Gujarati News

Gujarati News

News of Tuesday, 29th October 2019

રોજર ફેડરરે રચ્યો ઇતિહાસ : 10મી વાર બાસેલ ઓપન ટાઇટલ જીત્યો : દર્શકો સામે થયો ભાવુક

હું અહી 10 ખિતાબ જીતી શકીશ એ મને વિશ્વાસ નથી થતો : ફેડરર

ટેનિસ જગતના દિગ્ગજ ખેલાડી એવા રોજર ફેડરરે રવિવારે બાસેલ ઓપનની ફાઈનલમાં જીત મેળવી છે. તેમણે ઓસ્ટ્રેલિયાના એલેક્સ ડી મિનાઉરને 6-2, 6-2 થી પરાજય આપ્યો હતો. ફેડરર વિક્રમજનક 10 મી વખત આ ચેમ્પિયન બન્યા હતા. તેમણે ટૂર્નામેન્ટમાં સતત 24 મી અને કુલ 75 મી જીત નોંધાવી હતી. અગાઉ 2013 માં ફાયનલમાં આર્જેન્ટીનાના જુઆન માર્ટીન ડેલ પોત્રો સામે હારી ગયા હતા

મેચ બાદ ટ્રોફી મેળવતી વખતે 9,000 દર્શકો સામે ફેડરર ભાવુક બની ગયા હતા. ફેડરર તેની કેરિયરની શરૂઆત અગાઉ આ રોક્ટ પર બોલ બોય હતો. તેણે 103મી એટીપી ટાઈટલ પોતાને નામ કરી હતી. તેઓ અમેરિકાની જીમી કોનર્સના સૌથી મોટા 109 એટીપી ટાઈટલથી હવે ફક્ત છ ખિતાબ જ દૂર છે.

  ગ્રાન્ડ સ્લેમના 20 ટાઇટલ જીતનાર રોજર ફેડરરે મેચ જીત્યા બાદ કહ્યું હતું કે બે દાયકા અગાઉ સેન્ટ જેક બાસેલમાં એક બોલ બોય તરીકે હતો. ત્યારે ટેનિસમાં હું રસ ધરાવતો હતો. બોલ બોય હોવાથી ટેનિસ પ્રત્યે હું વધારે પ્રેરિત થયો હતો. મને વિશ્વાસ નથી આવતો કે હું 10 ખિતાબ જીતીશ. મે તો ક્યારેય વિચાર પણ કર્યો ન હતો કે હું ચેમ્પિયન બનીશ. આ મારા માટે અવિશ્વસનીય સપ્તાહ રહ્યું છે.

(11:10 pm IST)