Gujarati News

Gujarati News

News of Monday, 29th October 2018

હિટમેન’ રોહિત શર્માએ તોડ્યા સચિન તેંડુલકરના ત્રણ રેકોર્ડ

સૌથી ઝડપી 21 સદી-ઓપનર તરીકે 19મી સદી અને છગ્ગા મામલે સચિનને પાછળ ધકેલ્યો

આજે હિટમેનરોહિત શર્માએ આક્રમક બેટિંગ પ્રદર્શન કરી વન-ડે કારકિર્દીની 21મી સદી બનાવી હતી.તેમણે 20 ચોગ્ગા અને 4 છગ્ગાની મદદથી 137 બોલમાં 162 રનની ઈનિંગ્સ રમી હતી અને આ સાથે જ તેમણે સચિન તેંડુલકરના ત્રણ રેકોર્ડ તોડ્યા હતાં.

 

   ઉભા-ઉભા લાંબા શૉટ ફટકારવામાં માહેર રોહિત વન-ડે ક્રિકટમાં સૌથી ઝડપી 21 સદી બનાવવા મામલામાં ચોથા નંબર પર પહોંચ્યો છે તેમણે આ મામલે સચિનને પાછળ રાખી દીધા છે. સચિને અહીં પહોંચવા માટે 200 ઈનિંગ્સનો આધાર લીધો હતો તો રોહિતે અંદાજે 186 ઈનિંગમાં આ આંકડો સર કરી લીધો છે

   ઓપનર તરીકે સૌથી ઓછી ઈનિંગમાં 19 સદી બનાવવા મામલામાં રોહિતે સચિનને પાછળ રાખી દીધો છે. રોહિતે અંદાજે 107 ઈનિંગમાં ઓપનર તરીકે 19 સદી બનાવી છે. તો સચિને આ સદી 115 ઈનિંગમાં રમી હતી.

   રોહિતે છગ્ગા મામલે સચિનને પછાડ્યો છે અને તેઓ ભારત તરફથી સૌથી વધુ છગ્ગા ફટકારનાર બીજા બેટ્સમેન બની ગયા છે. સચિનના નામે 463 વન-ડે મેચોમાં 195 છગ્ગા છે અને રોહિત હવે 192 મેચોમાં 198 છગ્ગા બનાવી તેંડુલકરથી આગળ નીકળી ગયા છે. આ મામલે પ્રથમ સ્થાને ધોની છે, જેણે ભારત માટે 211 છગ્ગા લગાવ્યા છે.

   રોહિતે સાતમી વખત 150 અથવા તેનાથી વધારે રનની ઈનિંગ રમી છે. ઉલ્લેખનીય છે કે સૌથી વધુ 150 રનોની ઈનિંગ રમનારા માત્ર એક બેટ્સમેન છે, તેમણે 209, 264, 150, 171*, 208*, 152*, 162 રનો જેવી ઈનિંગ રમી છે.

(10:00 pm IST)