Gujarati News

Gujarati News

News of Monday, 29th October 2018

પાકિસ્તાન ક્રિકેટ બોર્ડની કમીટીમાં અકરમ, મિસબાહ અને મોહસીન ખાનનો સમાવેશ

પાકિસ્તાન ક્રિકેટ બોર્ડે ક્રિકેટના ડેવલપમેન્ટ માટે એક નવી કમીટીનું નિર્માણ કર્યુ છે અને એને નિર્ણય લેવા માટે  અધિકાર પણ આપવામાં આવ્યા છે. એક વેબસાઈટના રીપોર્ટ પ્રમાણે આ કમીટીનો હેડ મોહસીન ખાન છે અને મેમ્બર ભૂતપૂર્વ પેસ બોલર વસીમ અકરમ, મિસબાહ-ઉલ-હક અને ઉરૂજ મુમતાઝ છે. આ ઉપરાંત મુદસ્સર નઝર, ઝાકીર ખાન અને હારૂન રાશીદ આ કમીટીને સહાયક તરીકે મદદ કરશે. આ કમીટીની જવાબદારી ડોમેસ્ટીક ક્રિકેટમાં પીચ અને બોલનું મૂલ્યાંકન કરવું, નેશનલ ટીમની સિલેકશન કમીટી અને કોચની નિમણુંક કરવી, ત્રણે નેશનલ ટીમ (પુરૂષ, મહિલા અને જુનિયર)ના ચીફ સિલેકટર અને કોચ સાથે વર્ષમાં ત્રણ વખત મીટીંગ કરવી, અમ્પાયર - રેફરી અને કયુરેટરના ડેવલપમેન્ટનો પ્લાન તૈયાર કરવો, મેનેજમેન્ટ પાસેથી અમ્પાયર અને રેફરીના એન્યુઅલ પર્ફોર્મન્સનો રિપોર્ટ મેળવવો, ડ્રેસીંગ રૂમ અને નેટ પ્રેકટીસની ગુણવત્તા સમયાંતરે ચકાસવી અને બોર્ડના ચેરમેને માગેલી કોઈપણ મુદ્દા પર સલાહ આપવી એ છે. મોહસીન ખાને કહ્યું હતું કે આ કમીટી નિષ્પક્ષ રીતે કામ કરશે. એ ડોમેસ્ટીક ક્રિકેટથી લઈને આંતરરાષ્ટ્રીય ક્રિકેટ સુધીના સિલેકશન, કેપ્ટન, કોચ એમ દરેક મુદ્દા પર સાથે મળીને કામ કરશે.

(5:25 pm IST)