Gujarati News

Gujarati News

News of Wednesday, 29th September 2021

ટી-૨૦ ફોર્મેટમાં પોલાર્ડની ૩૦૦ વિકેટ : ૧૦ હજાર રન પુરા

મુંબઈ ઈન્ડીયન્સના સ્ટાર કિરોન પોલાર્ડ   માટે મંગળવારે પંજાબ કિંગ્સ સામેની મેચ ખૂબ જ ખાસ બની ગઈ છે. પોલાર્ડે આ મેચમાં ક્રિસ ગેઇલને આઉટ કર્યો અને ટી૨૦ ક્રિકેટનો આવો રેકોર્ડ બનાવ્યો જે અત્યાર સુધી કોઈ બનાવી શક્યું નથી. વેસ્ટ ઈન્ડીઝનો આ સ્ટાર ઓલરાઉન્ડર ફરી એક વખત પોતાને ટી૨૦ ફોર્મેટના કિંગ સાબિત કરે છે.

 કિયરોન પોલાર્ડ ટી૨૦ ફોર્મેટમાં એવો પ્રથમ ખેલાડી બન્યો છે જેણે ટી ૨૦ માં વિકેટની ત્રેવડી સદી પૂરી છે. તેણે આ ફોર્મેટમાં ૩૦૦ વિકેટ લીધી છે અને સાથે જ ૧૦,૦૦૦ રન બનાવેલા છે.

(3:44 pm IST)