Gujarati News

Gujarati News

News of Thursday, 29th August 2019

પ્રો કબડ્ડી સિઝન-૭ના ૬૨માં મુકાબલામાં હરિયાણા સ્ટીલર્સે ગુજરાત ફોર્ચ્યુન જાયન્ટને ૪૧-૨પના મોટા અંતરથી માત આપીઃ વિકાસ કંડોલાનો સિંહફાળો

દિલ્હી: બુધવારે દિલ્હીના ત્યાગરાજ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સમાં રમાયેલી પ્રો કબડ્ડી સીઝન-7ના 62મા મુકાબલામાં હરિયાણા સ્ટીલર્સે ગુજરાત ફોર્ચ્યૂન જાયન્ટ્સને 41-25ના મોટા અંતરથી માત આપી હતી. હરિયાણા માટે જીતના હીરો રહેલા ચૂકેલા વિકાસ કંડોલા (8 રેઇડ પોઇન્ટ્સ), પ્રશાંત કુમાર (8 રેડ પોઇન્ટ્સ) રાય અને વિનય (5 રેઇડ પોઇન્ટ, 2 ટેકલ પોઇન્ટ્સ) પ્રાપ્ત કર્યા હતા. તો બીજી તરફ ડિફેંન્સમાં હરિયાણા માટે રવિ કુમારે હાઇ ફાઇવ (6 ટેકલ પોઇન્ટ્સ) પુરા કર્યા તો વિકાસ કાલેએ પણ 4 ટેકલ પોઇન્ટ પ્રાપ્ત કર્યા. ગુજરાત માટે મેચમાં સુનીલ અને પરવેશની જોડી નિષ્ફળ રહી અને રેડિંગમાં પણ તેમના માટે અબુલફઝ્મ મકસૂદલૂ સૌથી વધુ રેડ પોઇન્ટ પ્રાપ્ત કર્યા હતા.

પ્રથમ હાફની શરૂઆતમાં હરિયાણાએ મેચમાં પકડ મજબૂત કરી લીધી હતી, અને તેના પાયાની તૈયારી હરિયાણા સ્ટાર રેડર વિકાસ કંડોલાએ કરી હતી. જેમણે 12મી મિનિટમાં સુપર રેડ કરતાં હરિયાણાને ગુજરાત પર 15-7થી બઢત પ્રાપ્ત કરી લીધી. ગુજરાત તરફથી અબુફઝલ ટીમને વાપસી કરાવવાનો પ્રયત્ન કરી રહ્યા હતા પરંતુ પ્રથમ હાફ સુધી ગુજરાત 9 પોઇન્ટ પાછળ હતી અને સ્કોર 20-11 હતો. બીજા ફાફમાં હરિયાણાએ પહેલા હાફ કરતાં પણ સારું પ્રદર્શન કર્યું અને વિકાસ સાથે પ્રશાંત કુમાર રાય અને વિનય કુમાર ઓલરાઉન્ડર પ્રદર્શન કરતાં ગુજરાતને ત્રીજી વાર ઓલઆઉટ કરી દીધું હતું.

પ્રો કબડ્ડી લિગમાં મજબૂત મનાતી ગુજરાત ફોર્ચ્યુન જાયન્ટસ માટે સિઝન ખૂબજ નબળી રહી છે. 10માંતી મેચ સતત ગુમાવ્યા બાદ ગુજરાતે તેની છેલ્લી મેચ જીતી ત્યારે ટીમ સ્પર્ધામાં કમબેક કરશે એવી આશા હતી પરંતુ હરિયાણા સામે તો ટીમે શરૂઆત નબળી કરી હતી અને તે પહેલાંથી પાછળ રહ્યું હતું. હરિયાણાએ ટોસ જીતીને કોર્ટ પસંદ કર્યા બાદ તેમણે સરસાઈ મેળવવાની શરૂઆત કરી હતી. બે પોઈન્ટથી પાછળ રહ્યા બાદ ગુજરાતે સ્કોર 2-2થી બરોબર કરી લીધો હતો.

જોકે હાફ ટાઈમ સુધીમાં ગુજરાતની ટીમ હરિયાણા સામે રમતના તમામ વિબાગમાં નબળી પુરવાર થી હતી અને તે 11-20થી પાછળ રહી હતી. બીજા હાફમાં પણ ગુજરાત હરિયાણા સામે મુકાબલો કરવામાં નબળું પડ્યું હતું. હરિયાણાની ટીમે ગુજરાતની ટીમને સરસાઈ માટેની કોઈ તક આપી નહતી.

મેચ પહેલાં ગુજરાતે તેની 10માંથી મેચો ગુમાવી હતી. જોકે, તેણે જીતેલી ચારમાંથી છેલ્લી મેચના વિજયે ટીમમાં નવા પ્રાણ પૂર્યા છે. મેચ અગાઉ ટીમ 25 પોઈન્ટ સાથે આઠમા ક્રમમે હતી જ્યારે હરિયાણા સ્ટિલર્સ 10 મેચમાં ચાર હાર અને વિજયથી 31 પોઈન્ટ સાથે પાંચમા ક્રમે હતી.

(4:38 pm IST)