Gujarati News

Gujarati News

News of Wednesday, 29th August 2018

એશિયન ગેમ્સ : ૧૧માં દિને બે ગોલ્ડ મેડલો જીતી લીધા

ટ્રેક એન્ડ ફિલ્ડમાં ભારતીય ખેલાડીઓ છવાઈ ગયાઃ અપરિન્દરસિંહ, સપના બર્મને ભારતને ગોલ્ડ અપાવ્યા

જાકાર્તા,તા.૨૯: ૧૮મી એશિયન ગેમ્સમાં આજે ૧૧માં દિવસે ભારતનો દિવસ રહ્યો હતો. ટ્રેક એન્ડ ફિલ્ડ ઇવેન્ટમાં ભારતે એક પછી એક બે ગોલ્ડ મેડલ જીતી લીધા હતા. પ્રથમ ગોલ્ડ પંજાબના એથ્લિટ અપરિન્દરસિંહે ત્રિપલ જંપમાં જીત્યો હતો ત્યારબાદ મહિલા હેપ્થટૈથલોનમાં સપના બર્મને કમાલ કરીને ભારતને ૧૧મો સુવર્ણ ચંદ્રક અપાવ્યો હતો. પંજાબના અમૃતસરના અરપિન્દરે ત્રીજો કુદકો ૧૬.૭૭ મીટર કુદીને ગોલ્ડ મેડલ જીત્યો હતો. સપના બર્મને એથ્લિટમાં દેશને પાંચમો ગોલ્ડ અપાવ્યો હતો. ભારતના હવે ૫૪ મેડલ થઇ ચુક્યા છે. ટ્રેક એન્ડ ફિલ્ડમાં પાંચ ગોલ્ડ મેડલ ભારતને મળી ચુક્યા છે જેમાં નિરજ ચોપડા, તેજેન્દરપાલસિંહ, મનજીતસિંહ ભારતને ગોલ્ડ મેડલ અપાવ્યા છે. અગાઉ એશિયન ગેમ્સમાં ભારતનો શાનદાર દેખાવ ૧૧માં દિવસે પણ જારી રહ્યો હતો. આજે એથ્લિટ મનજીતસિંહે ટ્રેક ઉપર ધૂમ મચાવી હતી અને એશિયન ગેમ્સમાં પુરુષોની ૮૦૦ મીટર દોડમાં પ્રબળ દાવેદાર ગણાતા પોતાના જ સાથી જિનસન જોન્સનને પાછળ છોડીને ગોલ્ડ મેડલ જીતી લીધો હતો. ભારતે આ સ્પર્ધામાં બે મેડલ જીત્યા હતા જેમાં ગોલ્ડ અને સિલ્વરનો સમાવેશ થાય છે. મનજીતને મેડલ માટે દાવેદાર ગણવામાં આવી રહ્યો ન હતો પરંતુ મનજીતે અનુભવી જોન્સનને પાછળ છોડીને એક ૧-૪૬.૧૫ સેકન્ડનો સમય કાઢીને શ્રેષ્ઠ દેખાવ કર્યો હતો. જ્યારે એશિયન ચેમ્પિયનશીપમાં મેડલ વિજેતા જોન્સનને એક મિનટ ૪૬.૩૫ સેકન્ડનો સમય લાગ્યો હતો. સ્ટાર ભારતીય બેડમિંટન ખેલાડી પીવી સિંધૂએ બેડમિંટનમાં મહિલા સિંગલ્સની ફાઇનલમાં હારી ગઈ હતી છતાં ઇતિહાસ સર્જ્યો હતો. વર્લ્ડ નંબર એક ખેલાડી તાઈ જુ સામે સીધા સેટોમાં તે હારી ગઈ હતી પરંતુ સિલ્વર મેડલ જીત્યો હતો. આની સાથે જ એશિયન ગેમ્સમાં સિલ્વર જીતનાર પ્રથમ ભારતીય ખેલાડી બની ગઈ હતી. સેમિફાઇનલમાં સાયના નેહવાલને હરાવનાર તાઈ ઝુએ જોરદાર રમત રમી હતી.  આ પહેલા પીવી સિંધુએ ૧૮મા એશિયન ગેમ્સમાં સોમવારે બેડમિંટનની સેમીફાઇનલમાં જાપાનની અકાને યામાગુચીને ૨૧-૧૭, ૧૫-૨૧, ૨૧-૧૦થી હરાવી દીધી. સિંધુ એશિયાડમાં બેડમિંટનના ૫૬ વર્ષના ઈતિહાસમાં ફાઇનલ મુકાબલામાં સ્થાન મેળવાનારી પહેલી ભારતીય બની. અન્ય રમતોમાં પણ ભારતનો દેખાવ આજે જારી રહ્યો હતો. ટ્રેક એન્ડ ફિલ્ડમાં આ વખતે ભારતનો દેખાવ સૌથી શાનદાર રહ્યો છે. ટ્રિપલ જંપમાં ભારતીયો છવાયેલા રહ્યા છે. સપનાએ ઇતિહાસ રચિને ભારતને ગોલ્ડ મેડલ અપાવ્યો છે. આ વખતે ભારતીય ખેલાડીઓ તમામ રમતમાં ખાસ કરીને ટ્રેક એન્ડ ફિલ્ડ, શૂટિંગ અને ટેનિસમાં છવાયા છે.

ભારતનો દેખાવ........

૧૮મી એશિયન ગેમ્સના ૧૧માં દિવસે ભારતીય ખેલાડીઓનો જોરદાર દેખાવ રહ્યો હતો. ભારતે હજુ સુધી ૫૧ મેડલ જીતી લીધા છે.  ભારતીય ટીમે આજે વધુ બે ગોલ્ડ મેડલ જીત્યા હતા. આની સાથે જ ગોલ્ડ મેડલની સંખ્યા વધીને ૧૧ ઉપર પહોંચી છે. ભારતીય ટીમે જીતેલા મેડલ નીચે મુજબ છે.

ગોલ્ડ............................................................... ૧૧

સીલ્વર............................................................ ૧૮

બ્રોન્ઝ.............................................................. ૨૨

કુલ.................................................................. ૫૧

(9:57 pm IST)