Gujarati News

Gujarati News

News of Wednesday, 29th August 2018

યુએસ ઓપનના બીજા રાઉન્ડમાં જોકોવિચ અને ફેડરર

નવી દિલ્હી: પાંચ વખતના ચેમ્પિયન રોજર ફેડરર અને વિમ્બલ્ડન ચેમ્પિયન નોવાક જોકોવિચે કાળઝાળ ગરમી વચ્ચે રમાયેલ યુએસ ઓપનના બીજા રાઉન્ડમાં પ્રવેશ મેળવ્યો છે. ફેડરરે જાપાનના યોશીહીતો નિશિયાઓકાને 6-2,6-2,6-4થી હરાવીને અમેરિકી ઓપનના પહેલા રાઉન્ડમાં પોતાની 18 મેચોમાં 18 જીતનો રેકોર્ડ બનાવ્યો છે. હવે તેનો સામનો ફ્રાન્સના બેનોઈજ પેયરેથી થશે જેને ઓસ્ટ્રિયાના ક્વાલિફાયર ડેનિસ નોવાસને 7-6,3-6,7-5,7-6થી હરાવ્યો. જયારે વિમ્બલ્ડન  ચેમ્પિયન જોકોવિચે હંગરીના મરટોન ફુકસોવોકર્સને 6-3,3-6,6-4,6-0ને માત આપી હતી.

(4:37 pm IST)