Gujarati News

Gujarati News

News of Wednesday, 29th August 2018

એશિયન ગેમ્સમાં પદક જીતનાર દિલ્હીના ખેલાડીઓને મળશે આ પ્રમાણેની ઈનામી રાશિ

નવી દિલ્હી: દિલ્હી સરકારે ઓલમ્પિક અને પેરાઓલમ્પિકમાં પદક જીતનાર દિલ્હીના ખેલાડીઓ માટે કરોડોના ઇનામ રાશિની જાહેરાત કરી છે. દિલ્હી સરકારે કહ્યું છે કે જો કોઈ દિલ્હીનો ખેલાડી સુવર્ણ પદક જીતશે તો તેને ઈનામી રાશિ તરીકે 3 કરોડ, રજત પદક વિજેતાને 2 કરોડ અને કાંસ્ય પદક વિજેતાને એક કરોડની ઈનામી રાશિ એનાયત કરશે. જયારે એશિયન ગેમ્સના વિજેતાઓ માટે પણ ઈનામી રાખીની જાહેર કરી છે. જેના ગોલ્ડ મેડલ 1 કરોડ,સિલ્વર 75 લાખ અને બ્રોન્ઝ 50 લાખ ઈનામી રાશિ આપવાની જાહેરાત કરી છે. માટે ખેલાડી છેલ્લા ત્રણ વર્ષનો દિલ્હીનો નાગરિક હોવો પણ જરૂરી છે.

(4:37 pm IST)