Gujarati News

Gujarati News

News of Wednesday, 29th August 2018

ઓસ્ટ્રેલિયા અને ન્યુઝીલેન્ડ સામેની મેચનો કાર્યક્રમ પીસીબીએ કર્યો જાહેર

નવી દિલ્હી: પાકિસ્તાન ક્રિક્ટ બોર્ડે આગામી ઓસ્ટ્રેલિયા અને ન્યુઝીલેન્ડ સામે રમાનાર સીરીઝનો કાર્યક્રમ જાહેર કર્યો છે. ઓસ્ટ્રેલિયાની ટીમ પહેલા પાકિસ્તાન ટીમ સામે 4 દિવસીય પ્રેક્ટિસ મેચ રમશે.ત્યાર પછી બે ટેસ્ટ મેચોની સિરીઝ અને 3 મેચોની ટી-20 મેચોની સિરીઝ રમશે. સિરીઝ યુએઈમાં રમાશે.ઓસ્ટ્રેલિયા સામે 2 ટેસ્ટ એમચોંણી સિરીઝ 7 ઓટોમ્બરથી શરૂ થશે.

ન્યુઝીલેન્ડ સામે 50 ઓવેરની સિરીઝ 31 ઓટોમ્બરથી રમાશે અને ટેસ્ટ સિરીઝની શરૂઆત 16 સપ્ટેમ્બરના થશે.પાકિસ્તાન અને ન્યુઝીલેન્ડ ટીમ વચ્ચે 3 મેચોની ટી 20 સિરીઝ તથા 3 મેચોની વનડે સિરીઝ રમાડવામાં આવશે તેમજ 2 ચાર દિવસીય મેચ પણ રમાડવામાં આવશે. તમામ મેચ શેખ જાયેદ સ્ટેડિયમ, અબુ ધાબી અને દુબઇ આંતરરાષ્ટ્રીય સ્ટેડિયમમાં રમાવવાના છે.

(4:35 pm IST)