Gujarati News

Gujarati News

News of Wednesday, 29th August 2018

એશિયન ગેમ્સ(બોક્સિંગ): 75 કિગ્રાની સેમિફાઇનલમાં વિકાસ

નવી દિલ્હી: ભારતીય બોક્સર વિકાસ કૃષ્ણ 18માં એશિયન ગેમ્સમાં પુરુષોની 75 કિગ્રાની મિડિલેટ ઇવેન્ટની સેમિફાઇનલમાં  જગ્યા બનાવી લીધી છે જીતની સાથે વિકસે સ્પર્ધામાં પોતાનું મેડલ પાક્કું કરી લીધું છે. સેમિફાઇનલમાં તેની ટક્કર હવે કઝાકિસ્તાનના અબીલખાન અમાનકુલઃ સાથે થશે. વિકસે ક્વાર્ટરફાઇનલમાં ચીનના બોક્સર તંગલાતીહાન તોહેતાને 3-2થી પરાસ્ત કર્યો હતો. આઠ વર્ષથી આંતરરાષ્ટ્રીય સ્તર પર બોક્સિંગ કરતા વિકાસે ઇંચિયોનમાં યોજાયેલ એશિયન ગેમ્સમાં સ્પર્ધામાં બ્રોન્ઝ મેળવ્યું હતું.

(4:37 pm IST)