Gujarati News

Gujarati News

News of Wednesday, 29th August 2018

ભારત - ઈંગ્લેન્ડ વચ્ચે કાલથી ચોથો ટેસ્ટ

શ્રેણીને જીવંત રાખવા ભારતને જીતની જરૂર : ૧-૨થી પાછળ

સાઉથમ્પટન,તા.૨૯ :  ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે પાંચ ટેસ્ટ મેચોની શ્રેણીની ચોથી  ટેસ્ટ મેચ આવતીકાલથી સાઉથમ્પટનના ઐતિહાસિક મેદાન ખાતે શરૂ થઇ રહી છે. ત્રીજો ટેસ્ટ જીત્યા બાદ સિરીઝ રોમાંચક બની ગઈ છે. ભારત ટીમની હજુ સુધી આ શ્રેણીમાં લીડ મેળવવા માટે બાકીની બે ટેસ્ટ મેચોમાં જીત મેળવવી પડશે.

વિરાટ કોહલીના નેતૃત્વમાં ભારતીય ટીમ મજબુત ઇરાદા સાથે મેદાનમાં ઉતરવા માટે તૈયાર છે. ભારતીય ઇલેવનમાં એકબે ફેરફાર કરવામાં આવે તેવી શક્યતા દેખાઇ રહી છે. લાંબા સમય બાદ બંને દેશો વચ્ચે પાંચ ટેસ્ટ મેચોની શ્રેણી શરૂ થઇ રહી છે. આ ટેસ્ટ શ્રેણીમાં સૌથી વધારે રન કોણ બનાવે છે તેના પર નજર રહેશે. બીજી બાજુ પાંચ ટેસ્ટ મેચોની શ્રેણીમાં સૌથી વધારે વિકેટ કોણ મેળવે છે તેના પર પણ નજર રહેશે.

આવતીકાલે મેચનુ બપોરે ૩.૩૦ વાગ્યાથી પ્રસારણ કરાશે. બંને ટીમો નીચે મુજબ છે. ઇંગ્લેન્ડની ટીમ : જોઇ રૂટ, મોઇન અલી, જેમ્સ એન્ડરસન, સ્ટુઅર્ટ બ્રોડ, જોઇ બટલર, એલિસ્ટર કુક, સામ કુરેન, કેટન જેનિગ્સ, ડેવિડ માલન, અદિલ રશિદ, બેન સ્ટોક્સ, જોહની બેરશો.

ભારતીય ટીમ : કોહલી (કેપ્ટન), શિખર ધવન, કેએલ રાહુલ, મુરલી વિજય, ચેતેશ્વર પુજારા, રહાણે, કરુણ નાયર, દિનેશ કાર્તિક, ઋષભ પંત, અશ્વિન, જાડેજા, કુલદીપ, હાર્દિક પંડ્યા, ઇશાંત શર્મા, મોહમ્મદ સામી, ઉમેશ  જસપ્રિત, શાર્દુલ ઠાકુર.

(3:40 pm IST)