Gujarati News

Gujarati News

News of Wednesday, 29th August 2018

ટેબલ - ટેનિસમાં ૬૦ વર્ષમાં પહેલી વાર ભારતને બ્રોન્ઝ

જકાર્તામાં રમાયેલી ટેબલ ટેનિસની સેમી ફાઈનલમાં ભારતીય પુરૂષ ટીમ કોરીયા સામે ૦-૩થી હારી ગઈ છતાં પહેલી વખત બ્રોન્ઝ જીતવામાં સફળ થઈ હતી. ૧૯૫૮માં એશિયન ગેમ્સમાં આ રમતનો સમાવેશ કરવામાં આવ્યો હતો ત્યાર બાદ પહેલી વખત ભારત આ રમતમાં મેડલ જીત્યુ છે. ભારતીય ટીમના ખેલાડીઓ સાથિયાન ગનાશેખરન, અચંતા શરથ કમલ અને એન્થની અમલરાજ પોતપોતાની મેચ હારી ગયા હતા.

(3:41 pm IST)