Gujarati News

Gujarati News

News of Wednesday, 29th June 2022

ટોપ ઓર્ડરના બેટરોએ પડકારોનો સામનો કરવો પડે, યોધ્ધા જેવુ વલણ અપનાવું પડે

ભારતીય ટીમમાં સ્થાન બનાવ્યા બાદ ટકી રહેવું મુશ્કેલઃહુડ્ડા

નવી દિલ્હી : ગઇકાલે શાનદાર સદી  ફટકારનાર અને મેન ઓફ ધ સિરીઝ બનનાર દીપક હુડ્ડાનું માનવું છે કે જયારે તેને નવા બોલનો સામનો કરવાની જવાબદારી આપવામાં આવી ત્યારે તેણે 'યોધ્ધા' જેવુ વલણ અપનાવ્યુ હતું.

હુડ્ડાએ મેચ બાદ કહ્યુ, મે કયારેય આંતરરાષ્ટ્રીય મેચમાં ઇર્નિગ્સ ખેલી નથી પરંતુ ટોપ ઓર્ડર બેટ્સમેન હોવાના કારણે તમારે  પડકારોનો સામનો કરવો પડે છે અને તમારી પાસે અન્ય કોઇ વિકલ્પ નથી , અને જો તમારી પાસે કોઇ વિકલ્પ નથી તો શા માટે? તમે યોધ્ધા જેવું વલણ અપનાવશો નહીં. આ રીતે હું વિચારુ છુ અને વસ્તુઓ મારી તરફેણમાં ગઇ. હું તેનાથી ખુશ છું.

ભારતીય ટીમમાં સ્થાન બનાવવું અને પછી ત્યા ટકી રહેવું મુશ્કેલ છે. પરંતુ જયારે તમે ભારત માટે રમો છો, ત્યારે તમે કયારેય તમારા વિશે નથી વિચારતા, તમે ટીમ વિશે વિચારો છો.

હુડ્ડાએ કહ્યુ, પહેલી અને બીજી મેચ વચ્ચે મને લાગે છે કે પિચમાં તફાવત હતો. પ્રથમ મેચમાં આકાશ વાદળછાયું હતું અને વિકેટમાં ભેજ હતો. પરંતુ બીજી મેચમાં બેટીંગ કરવા માટે વિકેટ ઘણી સારી હતી જે બંને ટીમોની બેટિંગ પરથી સ્પષ્ટ થાય છે.તેણે હાર્દિકની પ્રશંસા કરતા કહ્યું હાર્દિક ખૂબ જ સારી રીતે નેતૃત્વ કરી રહ્યો છે. આઇપીએલમા, તેણે નવી ફેન્ચાઇઝીનું નેતૃત્વ કર્યુ અને તેઓતે ટાઇટલ જીત્યું. હુ તેના માટે ખૂબ જ ખુશ છુ અને તે જે રીતે જવાબદારી નિભાવી રહ્યો છે. મને તેના પર ગર્વ છે. તે ખૂબ સારું કરી રહ્યો છે.

(4:32 pm IST)