Gujarati News

Gujarati News

News of Monday, 29th June 2020

ભારતીય ક્રિકેટ ટીમના ક્રિકેટર મહેન્દ્રસિંહ ધોનીએ વાડીમાં ખેતી કરીઃ ટ્રેકટર પણ ચલાવ્યું

રાંચીઃ કોરોના વાયરસને લઈને અનેક પ્રકારની ગતિવિધિઓ પર હજુ પણ રોક છે. આ જ કારણે મહેન્દ્રસિંહ ધોની છેલ્લા કેટલાક મહિનાથી સતત રાંચીમા છે. ધોની કયારેક બાઈક ચલાવતો જોવા મળે છે તો કયારેક ક્રિકેટ રમતો જોવા મળે છે. આ બાજુ હવે ધોની એકદમ નવા અંદાજમાં જોવા મળી રહ્યો છે.

ધોની રેલવેની નોકરી, ક્રિકેટર, સેનામાં અધિકારી બાદ હવે ખેડૂત બની ગયો છે. ધોનીએ ટ્રેકટર ખરીદયુ છે અને પોતાના ફાર્મ હાઉસ પર ઓર્ગેનિક ખેતી શરૂ કરી છે. શનિવારે આખો દિવસ તેણે પોત ટ્રેકટર ચલાવ્યુ હતુ ત્યાર બાદ બીજ પણ પોતે જ નાખ્યા હતા.

(5:46 pm IST)