Gujarati News

Gujarati News

News of Saturday, 29th June 2019

હવામાં પ્લેન જોઇને પાક.-અફઘાન ક્રિકેટ ચાહકો બાખડ્યા પ્લેન પર એક સ્લોગન લખ્યું હતું. 'જસ્ટીસ ફોર બલૂચિસ્તાન'

હેડિંગ્લે મેદાનનાં સુરક્ષાકર્મીઓએ વચ્ચે આવીને મધ્યસ્થી કરવી પડી.

અફઘાનિસ્તાન અને પાકિસ્તાન વચ્ચે આઇસીસી ક્રિકેટ વર્લ્ડકપનાં મુકાબલા દરમિયાન બન્ને ટીમનાં પ્રશંસકો વચ્ચે મારામારી ની ઘટના સામે આવી છે. બન્ને પાડોશી દેશોનાં દર્શકો વચ્ચે એટલી હાથે મારામારી વધી ગઇ કે હેડિંગ્લે મેદાનનાં સુરક્ષાકર્મીઓએ વચ્ચે આવીને મધ્યસ્થી કરવી પડી.

   મળતી માહિતી પ્રમાણે, બન્ને દેશનાં સમર્થકો વચ્ચે ત્યારે લડાઇ થઇ જ્યારે એક અનધિકૃત પ્લેન સ્ટેડિયમની ઉપરથી પસાર થયું . તેમજ તે પ્લેન પર એક સ્લોગન લખ્યું હતું. 'જસ્ટીસ ફોર બલૂચિસ્તાન' પ્લેન પર લખ્યું હતું.

(9:35 pm IST)