Gujarati News

Gujarati News

News of Saturday, 29th June 2019

બેરસ્ટોની વિચારધારા નકારાત્મક છે, આ વખતનું વર્લ્ડકપ કેમ્પેઈન સૌથી ખરાબ : વોન

લંડન : ઈંગ્લેન્ડના ભૂતપૂર્વ સ્વીપર માઇકલ વોને બેટ્સમેન જોની બેરસ્ટોની ટીકા કરતાં કહ્યું છે. કે તેની વિચારધારા નકારાત્મક છે. આમ કહેવાનું કારણ એ છે. કે ઈંગ્લેન્ડ અત્યાર સુધી શાંત મેચ રમ્યું છે અને એમાંથી માત્ર ચાર મેચ જ જીત્યું છે. સેમી ફાઇનલમાં એન્ટર થવા ઈંગ્લેન્ડ હવે બન્ને મેચ જીતવી જરૂરી બની ગઈ છે. એક બાજુ ઇંગ્લેન્ડની ટીમ વર્લ્ડ કપ જીતવા માટે ની પ્રબળ દાવેદાર ગણવામાં આવી રહી છે અને બીજી બાજુ કેટલીક મેચ હારવાને કારણે યજમાન ટીમનું આ વખતના વર્લ્ડ કપ કેમ્પેઇન અત્યાર સુધીનું સૌથી ખરાબ હોવાનું વોને કહ્યું હતું. વળી કેવિન પીટરસને પણ ઈંગ્લેન્ડ ટીમના કેપ્ટન ઓઇન મોર્ગન ને ફટકાર લગાડતા કહ્યું છે કે તેઓ પાછળ કેમ ખસી રહ્યા છે? ઓસ્ટ્રેલિયન બોલર મિચેલ સ્ટાર્ક ની બોલિંગ બાદ બેરસ્ટોએ કહ્યું હતું કે ઘણા લોકો ઈંગ્લેન્ડની ટુનામેન્ટમાંથી બહાર જવાની રાહ જોઈ રહ્યા છે.

બેરસ્ટોના આ ટ્વીટ બાદ વન મેદાનમાં કૂદી બેરસ્ટોની વિચારધારાને નકારાત્મક ગણાવી હતી.

(2:31 pm IST)