Gujarati News

Gujarati News

News of Saturday, 29th June 2019

બોલો લ્યો... ઓલ ઈન્ડિયા ફૂટબોલ ફેડરેશન પાસે રૂપિયા ખલ્લાસ થઈ ગયા

કંપનીઓ પેમેન્ટ આપતી નથી, ખર્ચા કાઢવા મુશ્કેલ બની ગયા

નવી દિલ્હી : ઓલ ઇન્ડિયા ફુટબોલ ફેડરેશન (એઆઇએફએફ) પાસે પૈસાની તંગી પડી છે. કમર્શિયલ પાર્ટનર તરફથી તેમને છ મહિનાના ૨૫ કરોડ રૂપિયાનું પેમેન્ટ આપવામાં નથી આવી રહ્યું. આ પરિસ્થિતિ ને કારણે આઈ લી ગ ટુર્નામેન્ટની ચેમ્પિયન ચેન્નઈ સિટીને ઇનામ ની રકમ એક કરોડ રૂપિયા આપવામાં વિલંબ થઈ રહ્યો છે. ફકત ચેન્નઈ સિટીને નહીં, મેચ-રેફરી અને ટ્રાવેલિંગ ખર્ચ કાઢવામાં પણ મોડું થઈ રહ્યું છે.

૨૦૧૦માં ફેડરેશન અને આઇએમજી-રિલાયન્સ વચ્ચે થયેલા એગ્રીમેન્ટ પ્રમાણે ફેડરેશન ને કમર્શિયલ પાર્ટનર તરફથી દર વર્ષે ૫૦ કરોડ મળવા જોઈએ જે હજી મળ્યા નથી. ફેડરેશનના એક અધિકારીએ કહ્યું, પેમેન્ટ ન આવ્યું હોવાથી ફેડરેશનના પ્રાઇઝ મા ની, ટ્રાવેલિંગ ખર્ચા કાઢવામાં તકલીફ થઈ રહી છે.

(2:30 pm IST)