Gujarati News

Gujarati News

News of Friday, 29th June 2018

ટી-20માં ટીમ ઇન્ડિયાની સૌથી મોટા સ્કોરે જીત :આયર્લેન્ડ સામે ભારતનો 143 રને ભવ્ય વિજય :શ્રેણી 2-0થી જીતી

લોકેશ રાહુલે 70 અને સુરેશ રૈનાએ 69 રન ફટકાર્યા ;ભારતના 213રનના જવાબમાં આયર્લેન્ડનું 12,3 ઓવરમાં 70 રને ફિંડલું

 

ડબ્લિન : ભારતીય ટીમ અને આયરલેન્ડની વચ્ચે બે મેચોની ટી-20ની અંતિમ મેચ ડબ્લિન માલાહાઇડ ક્રિકેટ ક્લબ ગ્રાઉન્ડમાં રમાઇ રહી છે જેમાં  ટોસ હારીને પહેલા બેટિંગ કરતા ભારતીય ટી લોકેશ રાહુલ (70) અને સુરેશ રૈના (69)ની અડધી સદી બાદ બોલરોના તરખાટની મદદથી ભારતે બીજી ટી-20માં આયરલેન્ડ સામે 143 રને ભવ્ય વિજય મેળવ્યો હતો.

 આ જીત સાથે ભારતે બે મેચની શ્રેણી 2-0થી જીતી લીધી છે. આંતરરાષ્ટ્રીય ટી-20 ક્રિકેટમાં ભારતે રનના માર્જીનથી સૌથી મોટો વિજય મેળવ્યો હતો. આ પહેલા ભારતનો સૌથી મોટો વિજય શ્રીલંકા સામે 93 રનનો હતો. ભારતે ઓવરઓલ ટી-20માં બીજા સૌથી મોટા વિજયની બરાબરી કરી છે.  ભારત તરફથી ચહલ અને કુલદીપ યાદવે 3-3 વિકેટ ઝડપી હતી.ભારતે  20 ઓવરમાં 4 વિકેટે 213 રન બનાવ્યા હતા. જવાબમાં આયરલેન્ડ 12.3 ઓવરમાં 70 રનમાં ઓલઆઉટ થઈ ગયું હતું.

(11:44 pm IST)