Gujarati News

Gujarati News

News of Friday, 29th June 2018

મલેશિયા ઓપન: સ્ટાર શટલર કિદાંબી શ્રીકાંત સેમિ ફાઇનલમાં પહોંચ્યો :ફ્રાન્સના બ્રાઇસ લેવરડેઝને 21-18, 21-14થી હરાવ્યો.

સેમિફાઇનલમાં શ્રીકાંતનો મુકાબલો જાપાનના વર્લ્ડ નંબર - 11 કેંતો મોમોતા સાથે થશે

 

નવી દિલ્હી : સ્ટાર ભારતીય શટલર કિદાંબી શ્રીકાંત મલેશિયા ઓપન ટુર્નામેન્ટમાં સેમિફાઇનલમાં પહોંચ્યો છે જગ્યા બનાવી લીધી છે.વર્લ્ડ નંબર-7 શ્રીકાંતે ફ્રાન્સના બ્રાઇસ લેવરડેઝને હરાવ્યો છે શ્રીકાંતે ક્વાર્ટર ફાઇનલમાં વર્લ્ડ નંબર-22 બ્રાઇસ લેવરડેઝને સીધી ગેમમાં 21-18, 21-14થી હરાવ્યો છે . આ સ્પર્ધા 39 મિનિટ સુધી ચાલી હતી. 

  હવે સેમિફાઇનલમાં શ્રીકાંતનો સામનો જાપાનના વર્લ્ડ નંબર - 11 કેંતો મોમોતા સાથે થશે. કેંતોએ ચીનના વર્લ્ડ નંબર-4 ટિન ચેન ચોઉને 21-19, 21-11થી હરાવીને અંતિમ ચારમાં જગ્યા બનાની છે. શ્રીકાંત-મોમોતા વચ્ચે અત્યાર સુધી આઠ મુકાબલા થયા છે જેમાં મોમોતાએ 5-3થી સરસાઈ મેળવી છે. 

  આ સિવાય પીવી સિંધુ પણ આજે ક્વાર્ટર ફાઇનલની સ્પર્ધામાં ઉતરશે. તેનો સામનો સ્પેનની વર્લ્ડ નંબર-6 કૈરોલિના મારિન સાથે થશે. વર્લ્ડ નંબર-3 સિંધુએ મહિલા સિંગલ્સના બીજા તક્બામાં મલેશિયાની યિંગ યિંગ લીને હરાવી હતી. સિંધુએ માત્ર 32 મિનિટમાં વર્લ્ડ નંબર-39 લીને સીધી ગેમમાં 21-8, 21-14થી હરાવી હતી. 

(9:28 pm IST)