Gujarati News

Gujarati News

News of Friday, 29th June 2018

ફિફા વર્લ્ડ કપ:બ્રાઝીલે સર્બિયાને 2-0થી કચડ્યું

નવી દિલ્હી: પાંચ વખતની વિશ્વ ચેમ્પિયન ટીમ બ્રાઝિલે શાનદાર રમત દાખવતા ફીફા વર્લ્ડકપના ગ્રુપ- મુકાબલામાં સર્બિયાને -૦થી હરાવી દીધુ છે. સ્પાર્તક સ્ટેડિયમમાં જીત સાથે બ્રાઝિલે ગ્રુપ-ઈમાં ટોપ પર રહેતા અંતિમ-૧૬ માટે ક્વોલીફાય પણ કરી લીધુ છે. બ્રાઝિલનો હવે પ્રિ-ક્વાર્ટર ફાઈનલમાં મેક્સિકો સાથે મુકાબલો યોજાશે. 
ગ્રુપ-ઈમાં અંતિમ-૧૬ માટે ક્વોલીફાય કરનાર બીજી ટીમ સ્વિટ્ઝરલેન્ડ રહી જેણે કોસ્ટારીકા સામેની મેચ -૨થી ડ્રો કરી. મુકાબલામાં બ્રાઝિલ ટીમે શરુઆતથી સર્બિયા પર દબોદબો બનાવી રાખ્યો હતો અને તેણે જીત સાથે દમ લીધો. પોલિન્હોએ ૩૬મી મિનિટમાં બ્રાઝિલ તરફથી પ્રથમ ગોલ કરી ટીમનુ ખાતુ ખોલાવ્યુ અને સરસાઈને હાફ ટાઈમ સુધી યથાવત રાખી. 
હાફ ટાઈમ સુધી સ્કોર -૦થી બ્રાઝિલના પક્ષમાં હતો. બીજા હાફમાં સર્બિયાએ કેટલીક તકો બનાવી પરંતુ બ્રાઝિલના ડિફેન્સ સામે તેઓ નબળા પુરવાર થયા. બ્રાઝિલના સ્ટાર ખેલાડી નેમાર પાસે પણ ગોલ કરવા માટે કેટલીક તક હતી, પરંતુ તે પોતાના અભિયાનમાં સફળ થઈ શક્યો. થિઆગો સિલ્વાએ નેમારના પાસ પર ૬૮મી મિનિટમાં શાનદાર ગોલ કરી ટીમનો સ્કોર - કરી દીધો અને અંતરથી બ્રાાઝિલે સર્બિયાની ટીમ પર જીત મેળવી લીધી. બ્રાઝિલે વખતે સ્વિટ્ઝરલેન્ડ સામેની મેચ -૧થી ડ્રો કરી હતી, ત્યારબાદ પોતાની બીજી મેચમાં કોસ્ટા રીકાને -૦થી હરાવ્યુ હતું.

(5:39 pm IST)