Gujarati News

Gujarati News

News of Friday, 29th June 2018

હું પ્રેગ્નન્ટ છું, પણ મને દિકરો જ થાય એવી દુઆ ન કરતા : સાનિયા મિર્ઝા

ટેનિસ ખેલાડી સાનિયા મિર્ઝા હાલમાં પ્રેગ્નેન્ટ છે. મુંબઈમાં બુધવારે આયોજીત મહિલાઓના વિકાસ અને ગર્લ ચાઈલ્ડની ઈવેન્ટમાં તેણે કહ્યું હતું કે હું પ્રેગ્નેન્ટ છું અને લોકો મને દિકરો થાય એવી દુઆ કરે છે, પણ મારા માટે દિકરાની નહિં, પણ જો કોઈએ દુઆ કરવી હોય દિકરીની દુઆ કરે. તેણે વધુમાં જણાવ્યુ હતું કે અમારે કોઈ ભાઈ નથી, અમે ફકત બે બહેનો છીએ. જયારે હું ફકત ૬ વર્ષની હતી ત્યારથી ટેનિસ રમું છું. અમારા ઘરે આવનારા લોકો હંમેશા કહેતા કે શોર્ટ સ્કર્ટ પહેરીને રમીશ તો તડકામાં કાળી થઈ જઈશ, કોઈ લગ્ન નહિં કરે. મને અને મારી બહેનને લોકો હંમેશા પૂછતા કે તમારે કોઈ ભાઈ છે? જયારે અમે જણાવતા કે અમે ફકત બે બહેનો છે તો લોકો દુઃખ વ્યકત કરતા હતા. સાચુ કહુ તો અમે કયારેય ભાઈની ખોટ નથી અનુભવી.

(4:14 pm IST)