Gujarati News

Gujarati News

News of Friday, 29th June 2018

જુનિયર શૂટીંગ વર્લ્ડકપમાં ભારતીય ટીમ ટોચ પર

૧૫ ગોલ્ડ, ૨ સિલ્વર, ૯ બ્રોન્ઝ સાથે કુલ ૨૬ મેડલો

જર્મનીમાં આયોજીત ઈન્ટરનેશનલ શૂટીંગ સ્પોટ્ર્સ ફેડરેશન (આઈએસએસએફ) વર્લ્ડકપમાં ભારતે શાનદાર પ્રદર્શન કરીને પાંચ ગોલ્ડ સહિત કુલ આઠ મેડલ જીત્યા હતા. ભાગ લેનાર ૬૧ દેશોના સ્પર્ધકો પૈકી ભારતે ૧૫ ગોલ્ડ, બે સિલ્વર અને નવ બ્રોન્ઝ મેડલ સાથે કુલ ૨૬ મેડલ જીત્યા હતા તેમજ ટોચ પર રહ્યુ હતું. ભારત ગઈકાલે ૧૦ મીટર એર પિસ્ટલ મિકસ્ડ ટીમ ઈવેન્ટમાં ગોલ્ડ અને સિલ્વર મેડલ જીત્યુ હતું. દેવાંશી રાણા અને સૌરભ ચૌધરી ગોલ્ડમેડલ તો મનુ ભાકર અને અનમોલ જૈન સિલ્વર મેડલ જીત્યા હતા.

(4:13 pm IST)