Gujarati News

Gujarati News

News of Monday, 29th May 2023

ભારતીય ફૂટબોલ ખેલાડી સુનીલ છેત્રીએ પણ ધરણાં કરી રહેલા કુસ્તીબાજો સામેની કાર્યવાહી અંગે વિરોધ વ્યક્ત કર્યો કુસ્તીબાજોને ઘસડવાની (ધક્કા-મૂક્કી અને બળજબરીપૂર્વક ખેંચતાણ કરીને અને ઘસડીને બસમાં બેસાડવાની) શું જરૂર છે ?: સુનીલ છેત્રીનું ટ્વીટ

ઓલિમ્પિયન નીરજ ચોપરા બાદ હવે ભારતીય ફૂટબોલ ખેલાડી સુનીલ છેત્રીએ પણ ધરણાં કરી રહેલા કુસ્તીબાજો સામેની કાર્યવાહી અંગે તેમનો વિરોધ વ્યક્ત કર્યો છે.
સુનીલ છેત્રીએ ટ્વીટમાં લખ્યું કે કુસ્તીબાજોને ઘસડવાની (ધક્કા-મૂક્કી અને બળજબરીપૂર્વક ખેંચતાણ કરીને અને ઘસડીને બસમાં બેસાડવાની) શું જરૂર છે ?
તેમણે લખ્યું, “આપણા કુસ્તીબાજોને વિચાર્યા વિના આ રીતે ખેંચી જવાની જરૂર કેમ છે ? કોઈની સાથે વ્યવહાર કરવાનો આ યોગ્ય રસ્તો નથી. મને આશા છે કે આ સમગ્ર પરિસ્થિતિનું મૂલ્યાંકન થવું જોઈએ. ”
આ પહેલા રવિવારે નીરજ ચોપરાએ વિરોધ કરી રહેલા કુસ્તીબાજો સામે કરવામાં આવી રહેલી કાર્યવાહીનો એક વીડિયો પણ ટ્વીટ કર્યો હતો અને લખ્યું હતું , “આ જોઈને મને દુઃખ થયું છે. આ પરિસ્થિતિનો સામનો કરવાનો બીજો કોઈ રસ્તો હોઈ શકે.”
દિલ્હી પોલીસે રવિવારે વિનેશ ફોગાટ, સાક્ષી મલિક અને બજરંગ પુનિયાને કાયદો અને વ્યવસ્થાના ભંગ બદલ અટકાયતમાં લીધા હતા. મોડી રાત્રે પોલીસે સાક્ષી મલિક, વિનેશ ફોગાટ અને સંગીતા ફોગાટને છોડી દીધા હતા પરંતુ કેટલાક કુસ્તીબાજો હજુ પણ કસ્ટડીમાં છે.
દેશના ટોચના કુસ્તીબાજો 23મી એપ્રિલથી રેસલિંગ ફેડરેશન ઓફ ઈન્ડિયાના ચીફ બ્રિજભૂષણ શરણ સિંહની ધરપકડની માંગણી સાથે આંદોલન કરી રહ્યા છે.
 

(6:16 pm IST)