Gujarati News

Gujarati News

News of Monday, 29th May 2023

WTCફાઇનલઃ ભારત-ઓસ્‍ટ્રેલીયાના ૧૫-૧૫ ખેલાડીઓની યાદી ICC દ્વારા મંજુર

યશસ્‍વી જયસ્‍વાલ અને હેઝલવુડની એન્‍ટ્રી

નવી દિલ્‍હીઃ ભારત અને ઓસ્‍ટ્રેલિયા વચ્‍ચે વિશ્વ ટેસ્‍ટ ચેમ્‍પિયનશિપની ફાઈનલ મેચ ૭ જૂનથી શરુ થનારી છે. આ માટે બંને ટીમની ૧૫-૧૫ ખેલાડીઓની યાદી જાહેર થઈ છે. ભારતીય ટીમના મોટા ભાગના ખેલાડીઓ લંડન પહોંચી ચુક્‍યા છે, આઇસીસીએ અંતિમ ૧૫ ખેલાડીઓની સ્‍ક્‍વોડ પર મહોર લગાવી દીધી છે.

યશસ્‍વી જયસ્‍વાલને મોકો

ટીમ ઈન્‍ડિયાએ પોતાની અંતિમ ૧૫ ની સ્‍ક્‍વોડમાં કોઈ જ ફેરફાર કર્યો નથી. ફક્‍ત રિઝર્વ ખેલાડીમાં ઋતુરાજ ગાયકડવાને સ્‍થાને યશસ્‍વી જયસ્‍વાલને સ્‍થાન આપવામાં આવ્‍યુ છે. જયસ્‍વાલે આઇપીએલમાં ખૂબ જ ધમાલ મચાવી હતી. ઓપનર બેટર જયસ્‍વાલે સૌને પ્રભાવિત કરતી બેટિંગ કરતા સ્‍ક્‍વોડમાં સામેલ કર્યો છે. ઋતુરાજ ગાયકવાડ ૩ જૂને લગ્ન કરી રહ્યો છે અને જેને લઈ તે ટીમ સાથે લંડનમાં જોડાવવુ મુશ્‍કેલ છે. આવામાં યશસ્‍વી જયસ્‍વાલને મોકો આપવામાં આવ્‍યો છે. અને તેની તસ્‍વીર પણ રોહિત શર્મા સાથેની સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ હતી.

ઓસ્‍ટ્રેલિયાને રાહત, હેઝલવુડ ફિટ

ઈજાગ્રસ્‍ત થયેલ જોસ હેઝલવુડ ફિટ થઈ જતા ઓસ્‍ટ્રેલિયાએ તેનો સમાવેશ અંતિમ ૧૫માં કર્યો છે. આ પહેલા ઈજાગ્રસ્‍ત હેઝલવુડને સ્‍થાને માઈકલ નાસીરનો સમાવેશ કરવાની ખૂબ ચર્ચા રહી હતી. ઓસ્‍ટ્રેલિયાએ ભારત પ્રવાસ દરમિયાન પોતાની ટીમમાં સામેલ કરેલ મેટ રેનશોને બહાર કરી દીધો છે. મેટ રેનશોને ઓસ્‍ટ્રેલિયાએ મિશેલ માર્શ સાથે રિઝર્વ ખેલાડી તરીકે રાખ્‍યા છે. માર્કસ હેરિસને સ્‍ક્‍વોડમાં સ્‍થાન આપ્‍યુ છે.

ભારત-ઓસ્‍ટ્રેલિયાની ફાઈનલ સ્‍કવોડ

ભારતઃ રોહિત શર્મા (કેપ્‍ટન), શુભમન ગિલ, ચેતેશ્વર પુજારા, વિરાટ કોહલી, અજિંક્‍ય રહાણે, કેએસ ભરત (વિકેટકીપર), રવિન્‍દ્ર જાડેજા, અક્ષર પટેલ, રવિચંદ્રન અશ્વિન, શાર્દુલ ઠાકુર, ઉમેશ યાદવ, મોહમ્‍મદ શમી, મોહમ્‍મદ સિરાજ, ઈશાન કિશન (વિકેટકીપર) અને જયદેવ ઉનડકટ.

રિઝર્વઃ સૂર્યકુમાર યાદવ, મુકેશ કુમાર અને યશસ્‍વી જયસ્‍વાલ

ઓસ્‍ટ્રેલિયાઃ પેટ કમિન્‍સ (કેપ્‍ટન), ડેવિડ વોર્નર, ઉસ્‍માન ખ્‍વાજા, માર્નસ લેબુશેન, સ્‍ટીવ સ્‍મિથ, કેમેરોન ગ્રીન, ટ્રેવિસ હેડ, એલેક્‍સ કેરી (વિકેટકીપર), ટોડ મર્ફી, સ્‍કોટ બોલેન્‍ડ, માર્કસ હેરિસ, જોશ ઈંગ્‍લિસ (વિકેટકીપર), જોશ હેઝલવુડ, મિશેલ સ્‍ટાર્ક અને નાથન લિયોન રિઝર્વ મિશેલ માર્શ, મેટ રેનશો

(5:36 pm IST)