Gujarati News

Gujarati News

News of Friday, 29th May 2020

ઓક્ટોબર-નવેમ્‍બરમાં નિર્ધારિત ટી૨૦ વિશ્વકપ માટે આંતરરાષ્‍ટ્રીય ક્રિકેટ પરિષદ કોઇ નિર્ણય લઇ ન શક્યુઃ હવ. ૧૦ જુન આસપાસ નિર્ણયની સંભાવના

દુબઈઃ આ વર્ષે ઓક્ટોબર-નવેમ્બરમાં નિર્ધારિત ટી20 વિશ્વકપ પર આંતરરાષ્ટ્રીય ક્રિકેટ પરિષદ (ICC) કોઈ નિર્ણય લઈ શક્યું નથી. આઈસીસી બોર્ડની ગુરૂવારે ટેલિકોન્ફરન્સ દ્વારા યોજાયેલી બેઠકમાં ટી20 વિશ્વકપ પર 10 જૂન સુધી નિર્ણય ટાળી દેવામાં આવ્યો છે. વિશ્વકપનું આયોજન 18 ઓક્ટોબરથી 15 નવેમ્બર વચ્ચે થવાનું છે.

ઓસ્ટ્રેલિયામાં આ વર્ષે રમાનાર ટી20 વિશ્વકપના ભવિષ્યને લઈને થયેલી બેઠકમાં કહેવામાં આવ્યું કે, સભ્ય બર્ડ આવનારા દિવસોમાં પોત-પોતાના દેશોમાં કોરોના વાયરસના સંક્રમણ પર નજર રાખશે. આઈસીસી બોર્ડની બેઠકમાં સામેલ કરવામાં આવેલા તમામ એજન્ડાને 10 જૂન સુધી ટાળી દેવામાં આવ્યા છે.

આઈસીસી બોર્ડે ટેલિકોન્ફરન્સ બાદ કહ્યું, બોર્ડ આઈસીસી મેનેજમેન્ટને આગ્રહ કરે છે કે તે કોવિડ-19 મહામારીને કારણે સતત બદલી રહેલી જન સ્વાસ્થ્યની સ્થિતિને જોતા વિભિન્ન આપાત વિકલ્પોને લઈને સંબંધિત હિતધારકોની સાથે ચર્ચા જારી રાખે.

તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી હતી કે કોવિડ-19 મહામારીને કારણે ઊભી થયેલી પરિસ્થિતિઓમાં ટી20 વિશ્વકપનું આયોજન ટળવા પર ઈન્ડિયન પ્રીમિયર લીગ (આઈપીએલ) કરાવવાનો રસ્તો ખુલી જશે. એટલે કે બીસીસીઆઈ આ ઓક્ટોબર-નવેમ્બરના વિન્ડોને આઈપીએલમાટે ઉપયોગમાં લેશે. હવે આઈપીએલના આયોજનની રણનીતિ નક્કી કરવા માટે વધુ રાહ જોવી પડશે.

આ પહેલા અટકળો લગાવવામાં આવી રહી હતી કે બેઠક બાદ ઓસ્ટ્રેલિયામાં યોજાનાર ટી20 વિશ્વકપને 2022 સુધી સ્થગિત કરવાની જાહેરાત સંભવ છે.

(4:48 pm IST)