Gujarati News

Gujarati News

News of Friday, 29th May 2020

ભારતીય ક્રિકેટ ટીમ ઓસ્‍ટ્રેલિયામાં ૪ ટેસ્ટ, ૩ વન-ડે અને ૩ ટી૨૦ આંતરરાષ્‍ટ્રીય મેચો માટે પ્રવાસ ખેડશેઃ ઓસ્‍ટ્રેલિયાએ અટકળોનો દોર ખતમ કર્યો

મેલબર્ન: ઓસ્ટ્રેલિયાએ અટકળોનો દોર ખતમ કરતા ગુરુવારે પુષ્ટિ કરી કે ભારતીય ટીમ 4 ટેસ્ટ, 3 વનડે અને 3 ટી-20 આંતરરાષ્ટ્રીય મેચોની સિરીઝ માટે આ વર્ષ ઓક્ટોબરમાં ઓસ્ટ્રેલિયાનો પ્રવાસ ખેડશે. ક્રિકેટ ઓસ્ટ્રેલિયાએ પોતાનો ઉનાળું કાર્યક્રમ જાહેર કર્યો. જે 9 ઓગસ્ટના રોજ ઝિમ્બાબવેના પ્રવાસથી શરૂ થશે.

ભારત ટી-20 સિરીઝ માટે ઓસ્ટ્રેલિયાનો પ્રવાસ કરશે જેની શરૂઆત 11 ઓક્ટોબરના રોજ બ્રિસ્બેનથી થશે. ત્યારબાદ 14 અને 17 ઓક્ટોબરે મેચ રમાશે. વિરાટ કોહલીની ટીમ ફરીથી 4 ટેસ્ટ મેચની સિરીઝ માટે ત્યાં જશે જેની શરૂઆત 3 ડિસેમ્બરે બ્રિસ્બનમાં થશે. ત્યારબાદ 3 મેચોની વનડે શ્રેણી રમાશે.

ક્રિકેટ ઓસ્ટ્રેલિયાના મુખ્ય કાર્યકારી અધિકારી (CEO) કેવિન રોબર્ટ્સએ નિવેદનમાં કહ્યું કે 'અમે જાણીએ છીએ કે અમારા નિયંત્રણ બહારની પરિસ્થિતિઓ આજે જાહેર કરાયેલા કાર્યક્રમમાં થોડો ફેરફાર દેખાડી શકે છે. પરંતુ અમે આ ઉનાળું સત્રમાં જ્યાં સુધી શક્ય હોય, તેટલું આંતરરાષ્ટ્રીય ક્રિકેટ મેળવવા માટે બધુ કરી છૂટશું.' તેમણે કહ્યું કે 'જો જરૂર પડશે તો અમે કાર્યક્રમમાં ફેરફારની સૂચના આપીશું.'

(4:47 pm IST)