Gujarati News

Gujarati News

News of Wednesday, 29th May 2019

મેસ્સીએ છઠ્ઠી વખત સિઝનમાં ૫૦ કે તેથી વધારે ગોલ કર્યા

નવી દિલ્હી: બાર્સેલોનાના સુપર સ્ટાર લાયોનલ મેસ્સીએ સિઝનમાં કુલ ૫૧ ગોલ કર્યા છે. તેણે આ તમામ ગોલ પોતાની ક્લબ બાર્સેલોના માટે કર્યા છે. આર્જેન્ટિના માટે મેસ્સી માત્ર એક જ મેચ રમ્યો છે અને તેમાં પણ તે ગોલ કરી શક્યો નહોતો. મેસ્સી બાર્સેલોના માટે ૪૯ મેચ રમ્યો હતો. મેસ્સીએ છઠ્ઠી વખત સિઝનમાં ૫૦ કે તેથી વધારે ગોલ કર્યા છે. આ મામલે તેણે જુવેન્ટ્સના ક્રિસ્ટિયાનો રોનાલ્ડોના રેકોર્ડની બરોબરી કરી છે. ૨૦૧૮-૧૯ની સિઝનમાં સર્વાધિક ગોલ કરવા બદલ મેસ્સીને યુરોપિયન ગોલ્ડન શૂઝનો એવોર્ડ આપવામાં આવ્યો છે. તેણે છઠ્ઠી વખત આ એવોર્ડ પોતાના નામે કર્યો છે.

(6:06 pm IST)