Gujarati News

Gujarati News

News of Wednesday, 29th May 2019

વર્લ્ડકપમાં પ્રથમ વખત લાગુ થશે ICCના આ સાત નિયમ

હેલ્મેટથી આઉટ પણ હેન્ડલ ધ બોલ નોટઆઉટ

ક્રિકેટ વર્લ્ડકપની ૧૨મી સિઝન ઇંગ્લેન્ડ-વેલ્સમાં ૩૦ મેથી શરૂ થશે. આ વખતે ૧૦ ટીમ ટૂર્નામેન્ટમાં ભાગ લઇ રહી છે તો બીજી તરફ નવા નિયમ પણ લાગુ થઇ રહ્યાં છે. આ વર્લ્ડકપમાં ૭ નવા નિયમ લાગુ થશે. આ નિયમ વન ડે ક્રિકેટમાં તો લાગુ થઇ ચુકયા છે પણ વર્લ્ડકપ જેવી મોટી ટૂર્નામેન્ટમાં આ નિયમ પ્રથમ વખત લાગુ થશે.

હેલ્મેટથી આઉટ, પણ હેન્ડલ ધ બોલ નોટ આઉટ

જો બેટ્સમેનનો હવાઇ શોટ ફિલ્ડરના હેલ્મેટથી લાગીને ઉછળે છે અને કોઇ ફિલ્ડર તેને પકડી લે છે તો બેટ્સમેનને આઉટ ગણવામાં આવશે પરંતુ હેન્ડલ ધ બોલની સ્થિતિમાં બેટ્સમેનને નોટ આઉટ ગણવામાં આવશે.

ખરાબ વ્યવહાર કર્યો તો અમ્પાયર બહાર મોકલી દેશે

જો અમ્પાયરને લાગ્યુ કે કોઇ ખેલાડીએ દ્યણો ખરાબ વ્યવહાર કર્યો છે તો તે આ ખેલાડીને આઇસીસી કોડ ઓફ કંડકટના લેવલ ૪દ્ગક કલમ ૧.૩ હેઠળ દોષી ગણતા મેચની બહાર મોકલી શકે છે.

અમ્પાયર્સ કોલ પર રિવ્યૂ ખરાબ નહી થાય

જો બેટ્સમેન અથવા ફિલ્ડિંગ ટીમ ડીઆરએસ લે છે અને અમ્પાયર્સ કોલને કારણે અમ્પાયરનો નિર્ણય યથાવત રહે છે તો ટીમનો રિવ્યૂ ખરાબ નહી થાય

બોલ ૨ વખત બાઉન્સ થઇ તો નો બોલ હશે

મેચ દરમિયાન જો બોલર કોઇ બોલ ફેકે છે અને તે બોલ ૨ બાઉન્સ સાથે જો બેટ્સમેન સામે પહોચે છે તો તે નો બોલ હશે. પહેલા નો બોલ આપવાનો નિયમ ન હતો. નો બોલ પર બેટ્સમેનને ફ્રી-હિટ પણ મળે છે.

બેટના ઓન ધ લાઇન થવા પર રન આઉટ હશે

પહેલા રન આઉટ, સ્ટમ્પિંગના કેસમાં બેટ લાઇન ઉપર હોય તો નોટ આઉટ હતું પરંતુ હવે ઓન ધ લાઇન બેટ થવા પર આઉટ હશે, જો બેટ અથવા બેટ્સમેનનો પગ ક્રીઝની અંદર છે અને હવામાં પણ છે તો બેટ્સમેન નોટ આઉટ રહેશે.

(3:32 pm IST)