Gujarati News

Gujarati News

News of Wednesday, 29th May 2019

તમામ ટીમના કેપ્ટનો

વર્લ્ડકપની સાથે સાથે

લંડન,તા. ૨૯ : જેની ઉત્સુકતાપૂર્વક કરોડો ક્રિકેટ ચાહકો રાહ જોઇ રહ્યા છે તે વર્લ્ડ કપ ૨૦૧૯ મહાસંગ્રામની આવતીકાલથી રોમાંચક શરૂઆત થઇ રહી છે. વર્લ્ડ કપ ૨૦૧૯ના પ્રથમ દિવસે યજમાન ઇંગ્લેન્ડની દક્ષિણ આફ્રિકા સામે ટક્કર થનાર છે. ક્રિકેટ વર્લ્ડ કપનુ ઇંગ્લેન્ડમાં પાંચમી વખત આયોજન કરવામાં આવ્યુ છે. વર્લ્ડ કપ ક્રિકેટની પ્રથમ મેચ આવતીકાલે ઓવલ મેદાન ખાતે રમાશે.ક્રિકેટ વર્લ્ડ કપની સાથેનો ઘટનાક્રમ નીચે મુજબ છે.(૩૭.૧૬)

*     ઇંગ્લેન્ડમાં પાંચમી વખત વર્લ્ડ કપનુ આયોજન કરવામાં આવ્યુ

*     યજમાન ઇગ્લેન્ડની ટીમ ફેવરીટ તરીકે મેદાનમાં ઉતરવા માટે તૈયાર

*     ભારતીય ટીમ વર્લ્ડ કપ જીતના ઇરાદા સાથે મેદાનમાં ઉતરી રહી છે

*     વર્ષ ૨૦૧૧માં છેલ્લે ભારતે વર્લ્ડ કપ જીતી લેવામાં સફળતા મેળવી હતી

*     છેલ્લા વર્લ્ડ કપમાં ઓસ્ટ્રેલિયાએ ફાઇનલમાં ન્યુઝીલેન્ડને હાર આપી હતી

*     છેલ્લા વર્લ્ડ કપમાં ઓસ્ટ્રેલિયાના ઝડપી બોલર મિશેલ સ્ટાર્કે મેન ઓફ ધ સિરિઝ બનવામાં સફળતા મેળવી લીધી હતી.સ્ટાર્કે કુલ ૨૨ વિકેટો ઝડપી હતી

*     સ્ટાર્કના શાનદાર દેખાવના કારણે ઓસ્ટ્રેલિયા રેકોર્ડ પાંચમી વખત વર્લ્ડ કપ જીતી ગયુ હતુ

*     આ વખતે વર્લ્ડ કપમાં દરેક ટીમ અન્ય ટીમ સામે રમનાર છે

*     ભારત અને પાકિસ્તાન વચ્ચેની મેચ પણ રમાનાર છે

*     આવતીકાલથી વર્લ્ડ કપની શરૂઆત થયા બાદ ૧૪મી જુલાઇ સુધી વર્લ્ડ કપ ચાલનાર છે

*     વર્લ્ડ કપ મહાસંગ્રામની પ્રથમ મેચ આવતીકાલે ઓવલ ખાતે અને અંતિમ મેચ એટલે કે ફાઇનલ મેચ લોર્ડસના ઐતિહાસિક મેદાન ખાતે રમાશે

*     ફાઇનલ મેચ ૧૪મી જુલાઇના દિવસે લોર્ડસમાં રમાનાર છે જેની તમામ ટિકિટ વેચાઇ ચુકી છે

*     વર્લ્ડ કપમાં કુલ ઇનામી રકમ ૧૦ કરોડ રૂપિયાથી વધારે છે

*     વર્ડ કપને લઇને તમામ તૈયારી તમામ મેદાન ખાતે કરવામાં આવી

*     સુરક્ષાને લઇને પણ તમામ પગલા લેવામા આવી ચુક્યા છે

*     ભારત અને પાકિસ્તાન વચ્ચે રવિવારની મેચની ટિકિટો વેચાઇ ચુકી છે

*     વર્લ્ડકપની મેચો જુદા જુદા મેદાન ખાતે ઇંગ્લેન્ડમાં રમાનાર છે

(3:27 pm IST)