Gujarati News

Gujarati News

News of Tuesday, 29th May 2018

ઉંમર નહીં, ફિટનેસ જરૂરી છે રમતમાં: ધોની

નવી દિલ્હી: ઇન્ડિયન પ્રીમિયર લીગ-૧૧ માટે પ્લેયર્સની હરાજી સંપન્ન થઇ ત્યારે ચેન્નાઇ સુપર કિંગ્સની ટીમમાં મોટાભાગના ત્રીસી વટાવી ચૂકેલા પ્લેયર્સને જોઇને અનેક 'ક્રિકેટ નિષ્ણાતો' મહેન્દ્રસિંહ ધોનીની ટીમને 'ડેડીઝ આર્મી' તરીકે ઓળખાવી હતી. પરંતુ ચેન્નાઇ સુપર કિંગ્સની ટીમે આઇપીએલ-૧૧નું ટાઇટસ જીતવાની સાથે તમામ ટીકાકારોની બોલતી બંધ કરી દીધી છે. આટલું નહીં ટ્વેન્ટી૨૦ ફોર્મેટ માત્ર યુવાનો માટે છે તેવું માનનારાઓને પણ હવે પોતાના વિચારમાં પરિવર્તન લાવવું પડયું છે. ચેમ્પિયન બન્યા બાદ ચેન્નાઇ સુપર કિંગ્સના કેપ્ટન મહેન્દ્રસિંહ ધોનીને અંગે પૂછવામાં આવ્યું ત્યારે તેણે જણાવ્યું કે, 'આપણે ઉંમરની ચર્ચામાં ખૂબ પડીએ છીએ, પરંતુ ફિટનેસ સૌથી મહત્વનું પાસું છે. રાયડુની ઉંમર ૩૨ વર્ષ હોવા છતાં તે ખૂબ ફિટ છે અને તે ખૂબ ચપળ છે. લાંબો સમય ફિલ્ડિંગ કરવાની થાય તો પણ તે ક્યારેય થાકતો નથી અને ફરિયાદ પણ કરતો નથી. મારું સ્પષ્ટ માનવું છે કે ઉંમર એકમાત્ર આંકડો છે અને સૌથી મહત્વની ફિટનેસ છે. કોઇપણ કેપ્ટન એમ ઇચ્છે કે તેને એવી ટીમ મળે જે મેદાનમા ચપળતા બતાવે. ખેલાડી કયા વર્ષમાં જન્મ્યો છે તેનું મહત્વ નથી. હા, તમને તમારી નબળાઇ પણ સ્વિરકારવી પડે છે. દાખલા તરીકે શેન વોટ્સન પર સિંગલ રોકવા માટે દબાણ કરું તો એવી પૂરી સંભાવના છે કે તેને સ્નાયુ ખેંચાવાની ઈજા થાય અને તે આગામી મેચ ગુમાવે. તમે શ્રેષ્ઠ પ્રયાસ દાખવો પણ સિંગલ રન રોકવા માટે ઘાયલ થાવ નહીં તે જરૃરી છે. '

(4:46 pm IST)