Gujarati News

Gujarati News

News of Tuesday, 29th May 2018

ચેમ્પિયન ટીમનું ચેન્નઈમાં ભવ્ય સ્વાગત

આઈપીએલની અગિયારમી સીઝનમાં શાનદાર વિજય બાદ ચેન્નઈ સુપર કિંગ્સ ટીમનું ચેન્નાઈમાં ભવ્ય સ્વાગત થયુ હતું. થોડા દિવસ પહેલા જ તામિલનાડુના તૂતીકોરીનમાં બનેલી ઘટનાને જોતા લોકો ટીમનું ભવ્ય સ્વાગત નહિં કરે એવી આશંકા સેવવામાં આવતી હતી.

ચેન્નઈ એરપોર્ટ પર મોટી સંખ્યામાં ક્રિકેટ સમર્થકો હાજર રહ્યા હતા.જેમણે ખેલાડીઓના આગમનને વધાવી લીધુ હતું. ત્યારબાદ બસમાં તમામ ખેલાડીઓને ક્રાઉન પ્લાઝા હોટલમાં લઈ જવામાં આવ્યા હતા. જયાં ભારતીય ક્રિકેટ બોર્ડના ભૂતપૂર્વ અધ્યક્ષ એન. શ્રીનિવાસને ખેલાડીઓને આવકાર્યા હતા.

(2:34 pm IST)