Gujarati News

Gujarati News

News of Tuesday, 29th May 2018

લતા મંગેશકર સાથે સચિને IPLની ફાઈનલ નિહાળી

લતા મંગેશકર માટે રવિવારનો દિવસ ઘણો જ મહત્વનો બન્યો હતો, કારણ કે વાનખેડે સ્ટેડિયમમાં હૈદ્રાબાદ અને ચેન્નઈ વચ્ચે રમાયેલી ફાઈનલ મેચ જોવા માટે સચિન પત્નિ અંજલી તેન્ડુલકર સાથે તેમના ઘરે ગયો હતો. ગઈકાલે તેમણે આ ફોટો ટ્વીટ કરતા લખ્યુ હતું કે 'નમસ્કાર, ગઈકાલે ઘણા દિવસો બાદ મારા ઘરે ભારતરત્ન સચિન તેન્ડુલકર અને તેની પત્નિ અંજલી આવ્યા હતા. અમે બધાએ સાથે મળીને ફાઈનલની મજા માણી. જો કે સચિન કઈ ટીમને સપોર્ટ કરતો હતો એની ખબર ન પડી.

(2:33 pm IST)