Gujarati News

Gujarati News

News of Tuesday, 29th May 2018

ગોલ્ડ મેડાલિસ્ટ મીરાબાઈની માંગ

ડોપિંગમાં ફસાવવા અને ભોજનમાં કંઈક ભેળવી દેવાની ભીતિ : 'મારા રૂમમાં CCTV ગોઠવો'

વર્લ્ડ ચેમ્પિયન અને કોમનવેલ્થ ગેમ્સમાં ગોલ્ડ મેડલ જીતનારી મીરાબાઈ ચાનુએ પોતાના રૂમમાં સીસીટીવી કેમરા ગોઠવવા માંગ કરી છે નેશનલ કેમ્પ દરમિયાન પોતાના રૂમમાં સીસીટીવી લગાવવા તેણીએ રમત-ગમત મંત્રાલયને પત્ર લખ્યો છે.  પત્રમાં તેમણે ચિંતા દર્શાવી છે કે ડોપિંગમાં ફસાવવા માટે તેમના ભોજનમાં કંઇક મેળવી દેવામાં આવે એવું બની શકે છે. ઇન્ટરનેશનલ વેઇટલિફ્ટીંગ ફેડરેશન (આઇડબલ્યુએફ)એ આ જાણકારી આપી છે. ઉલ્લેખનીય છે કે છેલ્લા ૪ વર્ષોમાં મીરાબાઈના ૪૫ ડોપ ટેસ્ટ થયા છે. તેમને તે તમામમાં કલીનચીટ મળી છે.

   આઇડબલ્યુએફના મહાસચિવ સહદેવ યાદવે જણાવ્યું, કે અમે ભારતીય સ્પોર્ટ્સ ઓથોરિટી (સાઈ) અને રમત-ગમત મંત્રાલય પાસે નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ સ્પોર્ટ્સ (એનઆઇએસ) પટિયાલામાં નેશનલ કેમ્પમાં સીસીટીવી કેમેરા લગાવવાની માંગ કરી છે. અમે નથી ઇચ્છતા કે અમારા વેઇટલિફ્ટર્સ તરફથી ડોપિંગનો કોઇપણ મામલો સામે આવે.

(2:30 pm IST)