Gujarati News

Gujarati News

News of Thursday, 29th April 2021

નિરાશ પંત-હેટમાયરને વિરાટે આપી સાંત્વના

પંત અને હેટમાયર વચ્ચે ૪૪ બોલમાં અણનમ ૭૮ રનની લાજવાબ પાર્ટનરશિપ છતાં માત્ર એક રનથી હારને લીધે તેઓ ભારે નિરાશ થઇ ગયા હતાં. બેન્ગલોરના કેપ્ટન વિરાટે મેચ બાદ બન્નેના માથે હાથ મૂકીને તેમની સાંત્વન આપ્યું હતું અને તેમની લડાઇને બીરદાવી હતી. સોશ્યલ મીડિયામાં આ ક્ષણનો વિડિયો ભારે વાઇરલ થયો હતો અને ફેન્સને ભારે પસંદ આવ્યો હતો.

(3:18 pm IST)