Gujarati News

Gujarati News

News of Thursday, 29th April 2021

ભારત કદાચ ઓલિમ્પિક કવોલિફાયર વર્લ્ડ રિલે ચૂકી જશે

ડચ સરકારે ભારતથી આવતી તમામ ફલાઈટો ઉપર પ્રતિબંધ મૂકી દીધો

નવી દિલ્હીઃ ભારતીય સ્ટાર ખેલાડીઓ હિમા દાસ અને દુતી ચંદ કદાચ પહેલી અને બીજી મે એ પોલેન્ડમાં યોજાનારી ઓલિમ્પિકસ કવોલિફાઈંગ વર્લ્ડ એથ્લેટિક રિલે ચૂકી જશે.

૧૦૦ મીટર રિલેમાં ભાગ લેનાર ભારતની પુરૂષ અને મહિલા ટીમ એમ્સ્ટરડેમ માટેની ફલાઈટમાં રવાના થાય એ પહેલા ડચ સરકારે ભારતથી આવતી ફલાઈટ પર બેન મૂકી દીધો હતો. ધ એથ્લેટિક ફેડરેશન ઓફ ઈન્ડિયાએ હવે યુરોપ થઈને જતી ફલાઈટમાં પોલેન્ડ પહોંચી શકાય છે કે નહીં એની તપાસ શરૂ કરી દીધી છે. આ બધું મુશ્કેલ લાગતાં ભારતીય ટીમ આ કવોલિફાઈંગ ઈવેન્ટ ચૂકી જાય એવી શકયતા વધુ છે.

(3:16 pm IST)