Gujarati News

Gujarati News

News of Saturday, 29th February 2020

ઓસ્ટ્રેલિયા અને ભારત સામેની વનડે સીરીજમાંથી બહાર સાઉથ આફ્રિકાનો આ ધુરંધર

નવી દિલ્હી: દક્ષિણ આફ્રિકાના જમણા હાથના ઝડપી બોલર કાગિસો રબાડાને ઓસ્ટ્રેલિયા અને ભારત સામેની વનડે શ્રેણીમાંથી બહાર કરી દેવાયો છે. રબાડાને ગ્રોઇન સ્ટ્રેઇનની સમસ્યા છે જેના કારણે તે આવતા મહિનાની સિરીઝમાં નહીં રમે.દક્ષિણ આફ્રિકાએ બંને ટીમો સામે ३-3વનડે સિરીઝ રમવાની છે. ક્રિકેટ સાઉથ આફ્રિકાના ચીફ મેડિકલ ઓફિસર શોએબ મંજરે કહ્યું કે રબાડાને ઓટ્રેલિયા સામે રમાયેલી ટી -20 સિરીઝમાં તાણની સમસ્યા હતી.મેડિકલ સ્ટાફે તેની તપાસ કરી અને એમઆરઆઈ સ્કેન કરાવ્યું. ઈજાને કારણે રબાડા ચાર અઠવાડિયાથી બહાર રહ્યો હતો. મતલબ કે હવે તેઓ 29 માર્ચથી શરૂ થનારી ઈન્ડિયન પ્રીમિયર લીગ (આઈપીએલ) માં રમશે. સાઉથ આફ્રિકા અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ત્રણ મેચની વનડે સિરીઝ 7 માર્ચે સમાપ્ત થશે.

(5:40 pm IST)