Gujarati News

Gujarati News

News of Saturday, 29th February 2020

કોરોના વાયરસને લીધે શૂટીંગ વર્લ્ડકપમાંથી ભારે નામ પાછુ ખેંચ્યુ

નવી દિલ્હી : ચીનના વુહાન શહેરથી ફેલાયેલા ઘાતક કોરોના વાઈરસની ભીતિને કારણે ભારતે શૂટીંગ વર્લ્ડકપમાંથી પોતાનું નામ પાછુ ખેંચી લીધુ છે.

ઈન્ટરનેશનલ શૂટીંગ સ્પોર્ટ્સ ફેડરેશન દ્વારા યોજવામાં આવેલો આ વર્લ્ડકપ સાયપ્રસની રાજધાની નિકોસીયામાં ૪ થી ૧૩ માર્ચ દરમિયાન થવાનો છે. નેશનલ રાઈફલ એસોસીએશન ઓફ ઈન્ડિયા (એનઆરએઆઈ) દ્વારા જણાવ્યા મુજબ નામ પાછુ ખેંચવા માટે કેન્દ્રની એજન્સીઓ તરફથી સલાહ આપવામાં આવી છે. શૂટર્સ, સપોર્ટ સ્ટાફ અને અન્ય અધિકારીઓના જીવનને આ વાયરસને કારણે જોખમમાં મૂકી શકાય એમ ન હોવાથી આ નિર્ણય લેવામાં આવ્યો છે.

(3:36 pm IST)