Gujarati News

Gujarati News

News of Saturday, 29th February 2020

ડોપીંગ કેસમાં ચાઈનીઝ સ્વિમર પર ૮ વર્ષનો પ્રતિબંધ

લાઉસન્ને : ચીનના ત્રણ વખતના ઓલિમ્પિક ગોલ્ડ મેડલીસ્ટ સુન યેન્ગે ડોપીંગ સેમ્પલ માટે નકાર કર્યો હોવાને લીધે તેના પર આઠ વર્ષનો પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. કોર્ટ ઓફ આર્બીટ્રેશન ફોર સ્પોટર્સ (સીએએસ)એ આ ચુકાદો આપ્યો હતો. વર્લ્ડ એન્ટી ડોમ્પીંગ એજન્સી (વાડા)એ ધી ઈન્ટરનેશનલ સ્વિમીંગ ફેડરેશન (ફીના) અને સુન યેન્ગ વિરૂદ્ધ સીએએસમાં અરજી કરી હતી.

વાસ્તવમાં સપ્ટેમ્બર ૨૦૧૮માં ડ્રગ ટેસ્ટ કરનારા સુનના ઘરે તેના યુરીન અને બ્લડ સેમ્પલ લેવા ગયા હતા જયાં તેણે સેમ્પલ આપવાની ના પાડી હતી. સુને કરેલા આ નકારને કારણે તેના પર આઠ વર્ષનો પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.

(3:35 pm IST)