Gujarati News

Gujarati News

News of Sunday, 29th January 2023

રેકોર્ડ બ્રેક રહાણે: રણજીમાં કર્યો રનનો ઢગલો:બનાવ્યા 634 રન

નવી દિલ્લી:ભારતના સ્ટાર ક્રિકેટર અજિંક્ય રહાણે રણજી ટ્રોફીમાં પોતાના શાનદાર પ્રદર્શન સાથે ટીમ ઈન્ડિયામાં વાપસીનો દાવો કરી રહ્યો છે. ખરાબ ફોર્મ સાથે સતત સંઘર્ષ કરવાને કારણે રહાણેને ટીમમાંથી બહાર કરવામાં આવ્યો હતો. જો કે તે આ વર્ષે ફેબ્રુઆરીમાં યોજાનારી ભારત-ઓસ્ટ્રેલિયા ટેસ્ટ શ્રેણીમાંથી ટીમમાં પાછો ફરશે તેવી અપેક્ષા હતી. પરંતુ આ થઈ શક્યું નહીં. તેની વચ્ચે હવે રહાણેએ રણજી ટ્રોફીમાં પોતાના બેટથી જોરદાર પ્રદર્શન કરીને ટીકાકારોને જડબાતોડ જવાબ આપી દીધો છે. તેણે સાબિત કરી દીધું છે કે  તે હજુ પણ ટીમ ઈન્ડિયામાં રમવા માટે લાયક છે.

અજિંક્ય રહાણેએ રણજી ટ્રોફીમાં મુંબઈની કેપ્ટનશીપ સાથે બેટથી શાનદાર પ્રદર્શન કર્યું છે. તેણે અત્યાર સુધી રમાયેલી તમામ મેચમાં શાનદાર બેટિંગ કરી છે. રણજી ટ્રોફીની આ સિઝનમાં રહાણેની સૌથી મોટી ઇનિંગ હૈદરાબાદ સામે આવી છે. તેણે હૈદરાબાદની ટીમ સામે 204 રનની મેચ વિનિંગ ઇનિંગ્સ રમી હતી.

 

રણજી ટ્રોફીમાં રહાણેના અત્યાર સુધીના પ્રદર્શનની વાત કરીએ તો તેણે 6 મેચની 11 ઇનિંગ્સમાં શાનદાર એવરેજથી બેટિંગ કરીને 634 રન બનાવ્યા છે. આ દરમિયાન તેના બેટમાંથી એક બેવડી સદી અને એક સદી પણ આવી છે. તેની બેવડી સદી બાદ આ સિઝનમાં રણજીમાં તેનો બીજો સર્વશ્રેષ્ઠ સ્કોર આસામ સામે 191 રન છે.

 

(6:38 pm IST)