Gujarati News

Gujarati News

News of Sunday, 29th January 2023

પૃથ્વી શૉને આવતીકાલની મેચમાં સ્થાન મળી શકે: 18 મહિનાથી ભારત માટે એક પણ ટી20 મેચ રમી નથી.

પૃથ્વી શો આખરી વખતે 2021માં શ્રીલંકા સામે ટીમ ઈન્ડિયા માટે રમતા જોવા મળ્યા હતા

નવી દિલ્હી: ટીમ ઈન્ડિયાએ ન્યૂઝીલેન્ડની સામે 3 મેચની ટી 20 સીરીઝની શરૂઆત હાર સાથે કરી છે. આવતીકાલે આ બંને ટીમો લખનઉના ઈકાના સ્પોર્ટસ સીટીમાં બીજી ટી20 મેચ રમાશે.

21 રનથી હારનો સામનો કર્યા બાદ કેપ્ટન હાર્દિક પંડ્યા સીરીઝમાં ટીમ ઈન્ડિયાની વાપસી માટે ટીમમાં કેટલાક ફેરફાર કરી શકે છે. તેઓએ ટીમમાં એક એવા ખેલાડીને સામેલ કરી શકે છે જેણે 18 મહિનાથી ભારત માટે એક પણ ટી20 મેચ રમી નથી.

18 મહિના બાદ મળી શકે છે ચાન્સ

ન્યૂઝીલેન્ડની સામે પહેલી ટી20 મેચમાં ઓપનર તરીકે શુભમન ગિલ અને ઈશાન કિશનને ટીમમાં સામેલ કરવાનો અવસર મળ્યો હતો પણ આ જોડી ટીમ ઈન્ડિયાને માટે શરૂઆતમાં સારી સાબિત થઈ શકી નહીં. ટીમના સ્ક્વોડમાં વિસ્ફોટક ઓપનર પૃથ્વી શૉ પણ સામેલ છે. એવામાં તેમને આવતીકાલની મેચમાં સ્થાન મળી શકે છે. પૃથ્વી શૉએ હાલમાં ઘરેલૂ ક્રિકેટમાં ઘણું સારું પરફોર્મન્સ આપ્યું છે.

ટીમ ઈન્ડિયાને ન મળી સારી શરૂઆત

શુભમન ગિલ અને ઈશાન કિશનની વચ્ચે રાંચીમાં રમાયેલા ટી 20 મેચમાં પહેલી વિકેટ માટે ફક્ત 10 રનની ભાગીદારી બની. શુભમન ગિસે પહેલી ટી20 મેચમાં 6 બોલનો સામનો કરતા ફક્ત 7 રનની ઈનિંગ રમી. આ ઈનિગમાં તેમના બેટથી 1 ચોગ્ગો જોવા મળ્યો. તો ઈશાન કિશને 5 બોલમાં 4 રન જ બનાવ્યા હતા.

ભારત માટે 3 ફોર્મેટમાં રમ્યો પૃથ્વી શૉ

પૃથ્વી શૉએ ટીમ ઈન્ડિયાને માટે અત્યાર સુધીમાં 5 ટેસ્ટ મેચ રમતા કુલ 339 રન બનાવ્યા છે. પૃથ્વી શૉએ ભારત માટે 6 વનડે મેચ રમી છે. તેમાં તેઓએ 189 રન બનાવ્યા છે. તો પૃથ્વી શૉએ ભારત માટે એક જ ટી20 મેચ રમી છે. આ મેચમાં તે ખાતું ખોલ્યા વિના જ આઉટ થયા હતા. પૃથ્વી શો આખરી વખતે 2021માં શ્રીલંકા સામે ટીમ ઈન્ડિયા માટે રમતા જોવા મળ્યા હતા.

ન્યૂઝીલેન્ડ સામે ટી20 સીરીઝ માટે આ છે ટીમ ઈન્ડિયાના પ્લેઈંગ 11

હાર્દિક પંડ્યા (કેપ્ટન), સૂર્યકુમાર યાદવ (વાઈસ કેપ્ટન), ઈશાન કિશન (વિકેટ કીપર), શુભમન ગિલ, દીપક હુડ્ડા, રાહુલ ત્રિપાઠી, જિતેશ શર્મા (વિકેટ કીપર), વોશિંગ્ટન સુંદર, કુલદીપ યાદવ, યુજવેન્દ્ર ચહલ, અર્શદીપ સિંગ, ઉમરાન મલિક, શિવમ માવી, પૃથ્વી શૉ, મુકેશ કુમાર.

(12:04 pm IST)