Gujarati News

Gujarati News

News of Wednesday, 29th January 2020

અન્ડર ૧૯ વર્લ્ડ કપ : ઓસ્ટ્રેલિયાને પછાડી ઇન્ડિયા સેમી ફાઇનલમાં

ભારત ૨૩૩/૯, ઓસ્ટ્રેલિયા ૧૫૯/૧૦ : કાર્તિક ત્યાગી મેન ઓફ ધ મેચ

મુંબઇ : સાઉથ આફ્રિકામાં રમાઇ રહેલા અન્ડર ૧૯ વર્લ્ડ કપમાં ઇન્ડિયન ટીમે ઓસ્ટ્રેલિયાને ૭૪ રન થી હરાવ્યું હતું. ઓસ્ટ્રેલિયાએ પહેલા ટોસ જીતીને ફીલ્ડિંગ પંસદ કરી હતી અને ઇન્ડિયાને ૫૦ ઓવરમાં નવ વિકેટ ગુમાવી ૨૩૩ રન બનાવ્યા હતા. આ ટાર્ગેટ ચેઝ કરવા ઊતારેલી ઓસ્ટ્રેલિયન ટીમ ૧૫૯ રનમાં ઓલઆઉટ થઇ ગઇ હતી. ટીમ ઇન્ડિયામાંથી ઓપનર જયસવાલે સૌથી વધારે ૬૨ રન બનાવ્યા હતા, જ્યારે અથર્વ આંકોલેકર ૫૫ રન બનાવી શકયો હતો. આ ઉપરાંત પેટ્રીક રોવ અને લિઆમ સ્કોટ બે અંકી આંકડાનો સ્કોર કરી શકયા હતા. બાકીના તમામ પ્લેયર ૧૦ રનનો આંકડો પણ પાર કરી શકયા નહોતા. કાર્તિક ત્યાગીએ સૌથી વધારે ચાર જ્યારે આકાશ સિંહે ત્રણ વિકેટ ઝડપી હતી. કાર્તિકને પ્લેયર ઓફ ધ મેચ તરીકે પસંદ કરવામાં આવ્યો હતો.

(3:46 pm IST)