Gujarati News

Gujarati News

News of Wednesday, 29th January 2020

ન્યુઝીલેન્ડ સામે કોહલી પાસે 'વિરાટ' બનવાની તક: સુકાની તરીકે ત્રણ રેકોર્ડ તોડવા પર નજર

કોહલી વધુ એક અર્ધસદી ફટકારશે તો ટી20માં સુકાની તરીકે ચોથો કીર્તિમાન સ્થાપવાની તક

મુંબઈ : વિરાટ કોહલી વધુ એક કિર્તીમાન બનાવવા તરફ જઈ રહ્યા છે. આ વખતે વિરાટની નજર પૂર્વ સુકાની મહેન્દ્રસિંહ ધોનીના એક ખાસ રેકોર્ડને તોડવા પર રહેશે.

 હેમિલ્ટનમાં ન્યુઝીલેન્ડ વિરૂદ્ધ રમાનારી ત્રીજી T20 મેચમાં રમાવાની છે. આ મેચમાં 25 રન બનાવવાની સાથે જ વિરાટ કોહલી સુકાની તરીકે સૌથી વધુ રન બનાવવાના ધોનીના રેકોર્ડને તોડી શકે છે. સુકાની કોહલી હાલ આ લિસ્ટમાં 1032 રનની સાથે ચોથા સ્થાન પર છે. જ્યારે મહેન્દ્રસિંહ ધોની (1112 રન), કેન વિલિયમસન (1148 રન) અને ફાક ડૂપ્લેસિસ (1273 રન) સાથે કોહલીથી આગળ છે.

વિરાટે હાલમાં જ ટી20માં સુકાની તરીકે સૌથી ઝડપી 13,000 રન બનાવવાનો રેકોર્ડ પોતાના નામે કરી લીધો છે. કોહલીએ ડૂપ્લેસિસને પાછળ છોડી માત્ર 30 ઈનિંગ્સમાં આ સિદ્ધી હાંસલ કરી લીધી હતી.

આ ઉપરાંત કોહલી વધુ એક અર્ધસદી ફટકારશે તો ટી20માં સુકાની તરીકે સૌથી વધુ અર્ધસદી કરનાર સુકાની પણ બની જશે. આ બાબતે કોહલી ન્યુઝીલેન્ડના કેન વિલિયમસન અને દક્ષિણ આફ્રિકાના ડૂપ્લેસિસથી આગળ નીકળી જશે. હાલ આ ત્રણેય સુકાની 8-8 અર્ધસદી સાથે સંયુક્તરૂપે ટોપ પર છે.

(1:07 pm IST)