Gujarati News

Gujarati News

News of Wednesday, 29th January 2020

રોમેન્ટિક અંદાજમાં ડીનર ડેટ પર પહોંચ્યા હરભજન સિંહ અને તેની પત્ની ગીતા બસરા

ગીતાએ પ્રિન્ટેડ મીની ડ્રેસ પહેરી હતી. તેમને પોતાના વાળને ખુલ્લા છોડી રાખ્યા હતા

મુંબઈ : અભિનેત્રી ગીતા બસરા અને તેમના ક્રિકેટર પતિ હરભજન સિંહ ઘણી વખત આઉટિંગ પર જતા સ્પોટ થાય છે. બંને સ્ટાર તાજેતરમાં પોતાના વ્યસ્ત શેડ્યુલથી ટાઈમ નીકાળી ડીનર ડેટ પર પહોંચ્યા હતા. આ દરમિયાન કપલ ઘણું રોમેન્ટિક અંદાજમાં જોવા મળ્યું હતું.

અભિનેત્રી ગીતા બસરાએ આ દરમિયાન પ્રિન્ટેડ મીની ડ્રેસ પહેરી હતી. તેમને પોતાના વાળને ખુલ્લા છોડી રાખ્યા હતા. ગીતા બસરાએ રેડ હાઈ હિલની સેન્ડલ પહેરી રાખી હતી. તેમને સ્માઈલ આપતા કેમેરામેન સામે ઘણા પોઝ આપ્યા હતા

બીજી તરફ હરભજન સિંહ હંમેશાની જેમ કેપ પહેરી રાખી હતી. તેમને ગ્રે ટી-શર્ટ અને આર્મી પ્રિન્ટ પેન્ટ પહેર્યું હતું. તેમને પોતાના લુક સાથે બ્લેક એન્ડ વ્હાઈટ શુઝ પહેર્યા હતા. આ દરમિયાન ખુબ જ રોમેન્ટિક અંદાજમાં જોવા મળ્યા હતા. બંને સ્ટાર્સે એક-બીજાનો હાથ પકડ્યો હતો.

(1:02 pm IST)