Gujarati News

Gujarati News

News of Tuesday, 29th January 2019

મેન્સ બાદ વુમન્સ ટીમનો પણ ન્યુઝીલેન્ડમાં દબદબો : સતત બીજો વન-ડે જીત્યુ

જુલન ગોસ્વામીને ૩ વિકેટો : સ્મૃતિ મંધાનાએ ૯૦ ફટકાર્યા

માઉન્ટ મોન્ઘાની : ટીમ ઈન્ડિયાની મેન્સ ટીમે સતત ત્રણ વન-ડે મેચો જીતી સિરીઝ કબ્જે કરી લીધી છે ત્યારે વુમન્સ ટીમે પણ દબદબો જાળવી રાખ્યો છે. ન્યુઝીલેન્ડને આઠ વિકેટે હરાવી સતત બીજો વન-ડે જીતી લીધો છે.ભારતે ટોસ જીતી ન્યુઝીલેન્ડને દાવ આપતા આખી ટીમ ૪૪.૨ ઓવરમાં ૧૬૧ રનમાં ઓલઆઉટ થઈ ગયુ હતું. જુલન ગોસ્વામીએ ૩, એકતા બિસ્ટ, દિપ્તી શર્મા અને પૂનમ યાદવે ૨-૨ વિકેટો લીધી હતી.સ્મૃતિ મંધાનાએ માત્ર ૮૩ બોલમાં ૧ છગ્ગા અને ૧૩ ચોગ્ગા સાથે નોટઆઉટ ૯૦ રન ફટકાર્યા હતા. કેપ્ટન મિતાલી રાજે પણ ૧૧૧ બોલમાં ૪ ચોગ્ગા અને ૨ છગ્ગાની મદદથી નોટઆઉટ ૬૩ રન બનાવ્યા હતા. ભારતે ૩૫.૨ ઓવરમાં ૨ વિકેટના ભોગે ટાર્ગેટ ચેઝ કરી લીધો હતો.

(5:54 pm IST)