Gujarati News

Gujarati News

News of Tuesday, 29th January 2019

'ભારતીય ખેલાડીઓથી ચેતજો': ન્યુઝીલેન્ડની પોલીસે કરેલી મજાકમાં જૂનો ફોટો લગાવી દીધો

 ન્યૂ ઝીલેન્ડની પોલીસે ભારતીય ટીમની પહેલી બન્ને વન ડે માં મેળવેલી જીતને બિરદાવવામાં આવવામાં ભારે ગફલત કરી છે. જાહેર જનતાને પોલીસ ચેતવણી આપે છે. આપણા દેશમાં બ્લુ કપડામાં કેટલાક લોકો આવી ભારે દહેશત ફેલાવી રહ્યા છે. નેપીયર અને માઉન્ટ મેંગો ઇ ખાતે ફરી રહેલા આ લોકોના હાથમાં બેટ અથવા બોલ જેવું કશું દેખાય તો ખાસ કાળજી લેવી.

ન્યૂઝીલેન્ડ ની પોલીસે ટ્વીટ કરી આ પ્રમાણે નો સંદેશો સોશિયલ મીડિયા પર વહેતો કર્યો અને સાથે ભારતીય ખેલાડીઓ ને ગ્રાઉન્ડ પર દર્શાવતો ફોટો પણ મુકયો પરંતુ આ ફોટો જૂનો છે. ફોટામાં લોકેશ રાહુલ, સુરેશ રૈના અને આશિષ નેહરા પણ છે. જો કે, તેઓ હાલ ન્યૂ ઝીલેન્ડના પ્રવાસે ગયેલી ભારતીય ટીમમાં સામેલ નથી. મહેન્દ્ર સિંહ ધોની વિકેટકીપિંગ ના ગ્લોવઝ અને પેડ સાથે કોહલી ની બાજુમાં જણાય છે. આ ટ્વિટર સંદેશા સાથેના ખોટા ફોટા પ્રત્યે ન્યૂઝીલેન્ડ પોલીસનું ધ્યાન સૌપ્રથમ આ અખબારે દોર્યું.

માત્ર મજાક માટે આ સંદેશો અમે ટ્વિટ કર્યો છે, મહિલા પોલીસ અધિકારીએ ટેલિફોન પર આ અખબારને જણાવ્યુ. અમારા ક્રિકેટ ચાહક સિનિયર સાર્જન્ટ કિલન્ટ આદમસને આ સંદેશો ટ્વિટ કર્યો છે. જો કે, તેઓ ગ્રાઉન્ડ પર હાજર નહોતા પરંતુ અહીં પોલીસ સ્ટેશનમાં ફરજ પર હતા. ભારતના વિજય બાદ તેમણે આ સંદેશો અને ફોટોગ્રાફ્ સોશિયલ મીડિયા પર મૂકયો.

હાલ તેઓ બે દિવસની રજા પર છે. ભારતીય ટીમનો નવો ફોટો મુકવા અમે તેમને વિનંતી કરીશું, મહિલા પોલીસ અધિકારીએ જણાવ્યું.

(3:50 pm IST)