Gujarati News

Gujarati News

News of Monday, 29th January 2018

દક્ષિણ આફ્રિકાની ટી-20 મેચમાં રૈનાનો સમાવેશ

નવી દિલ્હી: આઇપીએલની ૧૧મી સિઝન અગાઉની હરાજીના પ્રથમ દિવસ પછી તરત ભારતીય ક્રિકેટ બોર્ડના સિનિયર સિલેક્ટરોએ સાઉથ આફ્રિકાની ભૂમિ પર રમાનારી ત્રણ ટ્વેન્ટી-૨૦ માટેની ટીમની જાહેરાત કરી દીધી છે. ટ્વેન્ટી-૨૦ના એક્સપર્ટ તરીકેની ઓળખ ધરાવતા રૈનાને આશરે એક વર્ષ બાદ ટ્વેન્ટી-૨૦માં પાછો સામેલ કરવામાં આવ્યો છે. જ્યારે ક્રિકેટના સૌથી ટૂંકા ફોર્મેટ માટેની ભારતીય ટીમમાં અમદાવાદના ઓલરાઉન્ડર અક્ષર પટેલ અને મુંબઈના ફાસ્ટ બોલર શાર્દૂલ ઠાકુરને પણ સમાવવામાં આવ્યા છે.સાઉથ આફ્રિકા પ્રવાસમાં ત્રણ ટેસ્ટની શ્રેણીની સમાપ્તિ બાદ હવે તારીખ ફેબુ્રઆરીથી વન ડેની શ્રેણીનો પ્રારંભ થશે. વન ડે શ્રેણીનો આખરી મુકાબલો તારીખ ૧૬ ફેબુ્રઆરીએ સેન્ચુરીયન ખાતે રમાશે.જ્યારે બંને દેશો વચ્ચેની ટ્વેન્ટી-૨૦ની શ્રેણીનો પ્રારંભ તારીખ ૧૮મી ફેબુ્રઆરીએ રમાનારી શ્રેણીની પ્રથમ મેચથી થશે. જે પછી તારીખ ૨૧મી ફેબુ્રઆરીએ સેન્ચુરિયનમાં બીજી અને તારીખ ૨૪ ફેબુ્રઆરીએ કેપ ટાઉનમાં ત્રીજી ટી-૨૦ રમાશે.

(5:14 pm IST)