Gujarati News

Gujarati News

News of Saturday, 28th December 2019

નવા વર્ષે વેસ્ટ ઈન્ડિઝના વર્લ્ડ ચેમ્પિયન કેપ્ટન ક્લાઇવ લોયડને નાઈટહુડનો ખિતાબ સન્માનિત કરાશે :

આ સન્માન હાસિલ કરનારા વેસ્ટ ઈન્ડિઝના ચોથો ક્રિકેટર

નવી દિલ્હીઃ વેસ્ટ ઈન્ડિઝના પૂર્વ કેપ્ટન ક્લાઇવ લોયડનું  નાઇટહુડના ખિતાબથી સન્માન થશે આ ખિતાબ મળ્યા બાદ સર ગૈરી સોબર્સ, સર એવર્ટન વીક અને સર વિવ રિચર્ડ્સની ક્લબમાં સામેલ થઈ જશે. 

વિશ્વ ક્રિકેટ પર ઘણા વર્ષો સુધી રાજ કરનારા વેસ્ટઈન્ડિઝના વર્લ્ડ ચેમ્પિયન કેપ્ટન લોયડનું નાઇટહુડથી સન્માન કરવામાં આવશે. લોયડ આ સન્માન હાસિલ કરનારા વેસ્ટ ઈન્ડિઝના ચોથો ક્રિકેટર બનશે. આ પહેલા સર ગૈરી સોબર્સ, સર એવર્ટન વીક અને સર વિવ રિચર્ડ્સ આ સન્માન હાસિલ કરી ચુક્યા છે. 

વેસ્ટ ઈન્ડિઝ ક્રિકેટ બોર્ડે પોતાના આ ચેમ્પિયન કેપ્ટનને આ ખિતાબ હાસિલ કરવા માટે શુભેચ્છા આપી છે. વેસ્ટ ઈન્ડિઝ બોર્ડે પોતાના સત્તાવાર સોશિયલ મીડિયા એકાઉન્ટ પર તેમના માટે સંદેશ જારી કરતા બધાને આ વાતની જાણકારી આપી છે. તેમાં લખવામાં આવ્યું, 'વેસ્ટ ઈન્ડિઝના મહાન ક્લાઇવ લોયડને ખુબ ખુબ શુભેચ્છા, જેઓ નાઇટહુડ સન્માનને નવા વર્ષમાં ગ્રહણ કરવા માટે તૈયાર છે. તેમને ક્રિકેટ માટે આપવામાં આવેલા અભૂતપૂર્વ યોગદાનને કારણે આ સન્માન આપવામાં આવી રહ્યું છે.'

(9:56 pm IST)