Gujarati News

Gujarati News

News of Monday, 18th November 2019

મેચમાં વિજય બાદ ઉજ્જૈનમાં શ્રીમહાકાલ મંદિરમાં કોચ રવિ શાસ્ત્રી સહિતના દ્વારા પૂજન-અર્ચન

ઈન્દોરઃ ઈન્દોર ટેસ્ટમાં ટીમ ઈન્ડિયાએ બાંગ્લાદેશને માત્ર ત્રણ દિવસમાં હરાવી દીધું હતું. ત્યારબાગ ટીમ કોલકત્તામાં રમાનારી બીજી ટેસ્ટની તૈયારી માટે અહીં રોકાઇ હતી. તેવામાં કોચ રવિ શાસ્ત્રી અને સપોર્ટ સ્ટાફે ઉજ્જૈનમાં સ્થિત ભગવાન મહાકાલના મંદિરમાં મહાકાલેશ્વર પહોંચીને પૂજા કરી હતી. ઘટનાની તસવીર કોચ રવિ શાસ્ત્રીએ ટ્વીટર પર શેર કરી છે.

               ટીમ ઈન્ડિયાના મુખ્ય કોચની સાથે બોલિંગ કોચ ભરત અરૂણ, ફીલ્ડિંગ કોચ આર. શ્રીધર અને ફિઝિયો નિતિન પટેલ પણ હાજર હતા. બધાએ મહાકાલ મંદિરના ગર્ભગૃહમાં ભગવાન મહાકાલના પંચામૃત અભિષેક-પૂજન બાદ નંદી હોલમાં બેસીને પુજારિઓ પાસે શાંતિ પાઠ સાંભળ્યા હતા.

                ઉલ્લેખનીય છે કે ભારતીય ટીમે ટી20 સિરીઝમાં બાંગ્લાદેશને 2-1થી હરાવ્યા બાદ ઈન્દોર ટેસ્ટમાં ઈનિંગ અને 13 રનના મોટા અંતરથી જીત મેળવી હતી. સાથે સિરીઝમાં 1-0ની લીડ મેળવી લીધી છે.

               સિરીઝની બીજી ટેસ્ટ કોલકત્તાના ઇડન ગાર્ડનમાં રમાશે, જે ડે-નાઇટ હશે. ભારતીય ટીમ પિંક બોલથી રમાનારી મેચની તૈયારી ઈન્દોરમાં રહીને કરી રહી છે. મેચ 3 દિવસમાં સમાપ્ત થઈ ગઈ હતી તો તેને તૈયારી માટે વધારાનો સમય મળી ગયો હતો.

(5:14 pm IST)