Gujarati News

Gujarati News

News of Monday, 18th November 2019

નવો અંદાજ

સૌરવ ગાંગુલી હાલમાં ઈન્‍ડિયા અને બાંગ્‍લાદેશ વચ્‍ચેની પહેલી ડે-નાઈટ ટેસ્‍ટને પ્રમોટ કરતો જોવા મળ્‍યો હતો. બેંગાલ ક્રિકેટ એસોસીએશન દ્વારા તેના ટ્‍વીટર એકાઉન્‍ટ પર એક ફોટો શેર કરવામાં આવ્‍યો હતો. આ ફોટોમાં ભારતીય ક્રિકેટ બોર્ડના પ્રેસીડેન્‍ટ સૌરવ ગાંગુલી મેચની ટિકીટ સાથે જોવા મળ્‍યો હતો. તેણે હાલમાં કહ્યુ હતું કે પહેલા ત્રણ દિવસની ટીકીટ વેચાઈ ગઈ છે, પરંતુ એમ છતા હું પ્રમોશન પાછળ કોઈ કસર છોડવા નથી માગતો. બીજી ટેસ્‍ટ આવતા શુક્રવારથી શરૂ થઈ રહી છે.

(2:28 pm IST)