Gujarati News

Gujarati News

News of Monday, 22nd October 2018

અેશિયન ચેમ્પિયન્સ ટ્રોફીમાં ગોલ્ડ મેડલ જીતનાર જાપાનની ટીમને ભારતીય હોકી ટીમે હરાવી

ભારતીય હોકી ટીમે એશિયન ચેમ્પિયન્સ ટ્રોફીમાં પોતાનું શાનદાર ફોર્મ જાળવી રાખ્યું છે. એશિયનમાં હોકીમાં ગોલ્ડ મેડલ જીતનાર જાપાનને રવિવારે મોડી રાત્રે થયેલા મુકાબલામાં 9-0થી હરાવીને ભારતીય હોકી ટીમે સતત ત્રીજી જીત નોંધાવી હતી.

ભારત તરફથી રમતા લલિત ઉપાધ્યાએ ચોથી અને 45મી મિનિટમાં હરમનપ્રીત સિંહે આઠમો, 17મી વિકેટ અને 21મી મિનિટમાં, આકાશદીપ સિંહે 35મી મિનિટમાં, કોઠાજીત સિંહે 42મી મિનિટમાં અને મનદીપ સિંહે 49મી અને 57મી મિનિટમાં ગોલ લગાવ્યો હતો.

ઉલ્લેખનીય છે કે, ભારતના મસ્કટમાં એશિયન ચેમ્પિયનશિપ ટ્રોફી હોકી ટૂર્નામેન્ટમાં શનિવારે પાકિસ્તાને 3-1થી હાર આપી છે. ટૂર્નામેન્ટમાં ભારતની સતત બીજી જીત છે. ભારતે વર્ષે શરૂમાં ચેમ્પિયન ટ્રોફીમાં પાકિસ્તાનમાં 4-0થી હરાવ્યું હતું.

ભારતે હોકીમાં પાકિસ્તાનને 3-1થી આપી કારમી હાર

ભારતે જકાર્તામાં એશિયાઇ રમતોમાં પમ પાકિસ્તાનને 2-1થી પરાજીત કર્યું હતું. ઉલ્લેખનીય છે કે, પાકિસ્તાનના મોહમ્મદ જૂનિયરના ગોલની મદદથી ભારત ઉપર શરૂઆતમાં દબાણ ઊંભુ કર્યું હતું.

પરંતુ ભારતે બીજા ક્વાર્ટરમાં મેચમાં વાપસી કરી હતી. અને 24મી મિનિટમાં બરોબરી કરી હતી. 33મી મિનિટમાં બીજો ગોલ કરતા ભારત પાકિસ્તાનનથી આગળ વધી ગયું હતું.

42મી મિનિટમાં દિલપ્રીત સિંહે મેદાની ગોલ બનાવીને ભારત ને વધુ એક ગોલ અપાવ્યો હતો. આમ પાકિસ્તાન ઉપર ભારતે 3-1થી શાનદાર જીત મેળવી હતી. ભારતનો આગામી મુકાબલો જાપાન સાથે થશે.

(6:03 pm IST)